અમદાવાદ: અમદાવાદમાં ઈદે મિલાદુન નબી તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. કાલે એટલે 16 મી સપ્ટેમ્બરે ઈદે મિલાદુન નબીના દિવસે અમદાવાદમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને કોમી એકતા અને ભાઈ ચારા માટે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ શામિલ થશે.
ભવ્ય જુલુસ કાઠવામાં આવશે: ગુજરાતના અમદાવાદમાં ઈદ મિલાદ-ઉલ-નબીની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે અમદાવાદની ઈદે મિલાદ-ઉન-નબી સેન્ટ્રલ કમિટીના અધ્યક્ષ, તસ્નીમ આલમ બાબા તિર્મીઝીએ જણાવ્યું હતું કે 16મી એ આપણા પ્રિય પયગંબર હઝરત મોહંમદ સ અવનો જન્મ દિવસ ઈદે મિલાદ-ઉલ-નબી છે. આ દિવસે, અમદાવાદમાં દર વર્ષે, પયગંબર સાહેબનો જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે. જે અમદાવાદના જમાલપુરમાંથી પસાર થાય છે અને મિર્ઝાપુરમાં સમાપ્ત થાય છે. દર વર્ષે આ જુલુસ બપોરે બે વાગ્યે શરૂ થાય છે અને સાંજે મિર્ઝાપુરમાં સમાપ્ત થાય છે. ત્યાં નાત પઠન અને વક્તવ્ય સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓને ઈનામો આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.
તસ્નીમ આલમ બાબા તિર્મીઝીએ જણાવ્યું કે અમે આ અંગે ફોર્મ પણ ભર્યા હતા. અને અમદાવાદ પોલીસ દ્વારા આ અંગેની તમામ મંજૂરી મળી ગઈ છે. જેમાં ટ્રક, ગાડી અને ઘોડાનો સમાવેશ થશે. પોલીસે અમને તમામ સહયોગ આપ્યો છે અને જુલુસ ખૂબ જ શાનદાર આકર્ષક રીતે કાઢવામાં આવે છે.
ડીજે પર પ્રતિબંધ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુલુસમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહેલા ઘણા લોકો ડીજેનો ઉપયોગ કરતા હતા અને નાચ-ગાન પણ કરતા હતા. જેના પર અમે પ્રતિબંધ મૂક્યો છે. હવે સામાન્ય રીતે નાતના પઠન સાથે જુલુસ કાઢવામાં આવશે. આ અંગે અમે અમદાવાદ કોર્પોરેશન પાસે તમામ પ્રકારની પરવાનગી પણ માંગી છે. તેઓએ અમને તમામ સમર્થન આપ્યું છે. અમે ઈદ મિલાદ-ઉન-નબીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવાના છીએ.
પોલીસ હેડ કવાટર્સ ખાતે બેઠક યોજી: આ અગાઉ ઇદે મિલાદુન્નબીના તહેવારને અનુલક્ષી શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે ખાસ મીટીંગ રાખવામા આવી હતી. જેમા જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1ના બડગુજર સાહેબ.ડી.સી.પી ઝોન ૩, અને ડી.સી.પી ઝોન ૨, ડી.સી.પી ટ્રાફિક તેમજ સર્વ એ.સી.પી તેમજ તમામ પોલીસ ઇન્સ્પેકટરો સાથે ઇદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન તસનીમ આલમ બાવાસાહબ તિરમીઝી, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા તેમજ કમિટીના તમામ સભ્યો હાજર રહયા હતા. જેમા આગામી ઇદે મિલાદુન્નબી તહેવાર તેમજ ગણેશ વિસર્જનનો તહેવાર શાંતિ અને કોમી સદભાવનામાં ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
તમને જણાવી દઈએ કે, ઇસ્લામ ધર્મના સ્થાપક અને રહેમતુલાઆલમીન કે જેમણે સમગ્ર વિશ્વને શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવનાનો સંદેશ આપ્યો હતો. તે શાંતિદૂત ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસને ઈદે મિલાદુન્નબીના નામે દુનિયાભરના મુસ્લિમો શ્રદ્ધાપૂર્વ ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી અમદાવાદ શહેરમાં શાંતિ ,અમન અને ભાઈચારાની ભાવનાથી કરવામાં આવશે.
આ પણ વાંચો: