સુરત:શહેરના લસકાણાના રહેઠાણ વિસ્તારમાં ગેસ રીફિલિંગના ગોડાઉન પર પોલીસે દરોડા પાડી 50થી વધુ રાંધણ ગેસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે ગોડાઉનની અંદર ગેસ રીફીલિંગની કામગીરી કરવામાં આવતી હતી. આ કોભાંડ અંગે જાણકારી મળતા પોલીસે સ્થાનિકો સાથે મળી દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
ગેસ રિફ્લિંગ થતું પોલીસે ઝડપી પાડ્યું: પોલીસને દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ગેસ રિપેરિંગના ગોરખ ધંધા અંગે જાણકારી મળી હતી. દરોડા પાડી પોલીસે ગોરખ ધંધા નો પડદા ફાસ્ટ કર્યો હતો. ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાંદણ ગેસના બોટલ રિફિલિંગ કરવામાં આવી રહ્યા હતા. રહેઠાણ વિસ્તારમાં આ પ્રક્રિયાથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફ્લિંગ થતું પોલીસે ઝડપી પાડ્યું છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગોડાઉન સંચાલકની ધરપકડ: એસીપી વી.આર.પટેલે જણાવ્યું હતું કે, સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતી મળી હતી જેના આધારે દરોડાની કામગીરી કરવામાં આવી હતી. અને ઘટના સ્થળેથી અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા જે રિફિલિંગ કરવા માટે ત્યાં રાખવામાં આવ્યા હતા. આ લોકો રાંધણ ગેસના બાટલામાં ગેસ ભરી આપવાનું કામ કરતા હતા અને લોકોના જીવને જોખમમાં મૂક્યું હતું. ગોડાઉન ચલાવનાર પારસ ગુર્જરની પોલીસે ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.