અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ભાવસભર વિદાય આપવામાં આવી હતી. તે અહીં RE-ઇન્વેસ્ટ સમિટ-2024ના સમાપન સમારંભમાં તેઓ સહભાગી બન્યા હતા. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આજે ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેમને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ભારત સરકાર દ્વારા આયોજિત RE-ઇન્વેસ્ટ સમિટ-2024ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાત પધાર્યા હતા. પોતાનો એક-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે દિલ્હી પરત જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે., ડેપ્યૂટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપરાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી.