સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે અબીયાસર ગામે પુલ ક્કડભૂસ કરતાં ધરાશાયી થઈ ગયો છે. હાલમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે એકાએક પુલ કાગળના પુલની જેમ પડી ભાંગ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં કોઈ જાનહાની નથી થઈ જેને લઈને સહુએ રાહતનો દમ લીધો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં 48 કલાકથી છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ઘણા સમયથી સુરનગર જિલ્લાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ત્રણ છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જિલ્લામાં જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અનેક ડેમો પણ ઓટલો થયા છે. જેમાં 11 ડેમમાંથી પાંચ ડેમ ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
અત્યારે આ વરસાદ સુરનગર જિલ્લામાં કહેર વરતાવી રહ્યો હોય તેવું જણાવ્યું છે, ત્યારે ચોટીલા તાલુકાના અભ્યાસર ગામે પત્તાની માફક પુલ ધરાશાયી થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે ઉપરવાસના વરસાદને લઈ અને એક જિલ્લાની નદીઓ ડેમો અને જળાશયોમાં નવા નીર આવતા જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે નદી અને નાળામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેને લઇ ચોટીલા તાલુકામાં પણ જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આ વરસાદના પગલે લોકોમાં પણ સમસ્યાઓ પણ વધી રહી છે અને અનેક ઘરો અને ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે.
મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, જામનગર જળબંબાકાર - Gujarat Rain Updates