જૂનાગઢ: ચોમાસા દરમિયાન વન્યજીવ પ્રાણીઓ માર્ગ પર આવતા હોય છે. ખાસ કરીને વરસાદના સમયમાં નદી અને જળાશયો છલકાતા તેમાંથી અકસ્માતે મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે.વરસાદી માહોલમાં જળાશયો અને નદીઓનું જળસ્તર વધી જતું હોય છે.
વરસાદી માહોલમાં જીવો બહાર આવે છે: નદી અને જળાશયોમાં રહેતા જીવો પાણી મારફતે રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. વધારે વરસાદી માહોલમાં નદીની અંદર સાપ કે ઝેેરી જીવજંતુઓ ફરતા રહેતા હોય છે, જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેની વરસાદી પાણીની સાથે આવા જીવો પણ રહેણાંક વિસ્તારોમાં ક્યારેક દેખાઇ આવે છે. પણ સાપ કે વીચ્છીની સાથે ક્યારેક મગર જેવા જીવો પણ આવી ચડે છે.
એક મગરનું બચ્ચું આવી ચડ્યું: જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલી ગૌશાળામાં એક મગરનું બચ્ચું અચાનક આવી ચડ્યું હતું. જેની જાણ થતાં જ આસપાસના યુવાનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે મગરના બચ્ચાને ફરીથી સલામત સ્થળે મુક્ત કર્યુ હતું.ગિરનાર દરવાજા વિસ્તારમાં વાઘેશ્વરી તળાવમાંથી આ બચ્ચું અચાનક ગૌશાળામાં આવી ચડ્યું હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.