સેલવાસ : આપણો દેશ આજે તેમનો 75મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. તો, પ્રજાસત્તાક પર્વ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના એકીકરણનો પણ દિવસ છે. વર્ષ 2020માં 26મી જાન્યુઆરીના બે અલગ સંઘપ્રદેશનું એકીકરણ થયું હતું. જેને અનુલક્ષીને દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ સાથે મર્જર ડેની પણ ઉજવણી કરવામાં આવે છે.
ધ્વજવંદન અને પરેડની સલામી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશના 75મા પ્રજાસત્તાક પર્વ તેમજ સંઘપ્રદેશના 5માં મર્જર દિવસ નિમિતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ જવાન, ભારતીય રિઝર્વ બટાલિયન, ફાયર વિભાગ, હોમગાર્ડ અને એનસીસી કેડેટ દ્વારા પ્રસ્તૃત કરવામા આવેલ પરેડને સલામી આપી હતી.
શુભકામના પાઠવી : પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના સંબોધનમાં પ્રદેશના દરેકને શુભકામના આપતા જણાવ્યુ કે ભારતના 75મા ગણતંત્ર દિવસ પર આપણે આપણા મહાન રાષ્ટ્રની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિનો જશ્ન મનાવવા માટે એકત્રિત થયા છીએ. આ દિવસ 1950મા ભારતના સંવિધાનને અપનાવવાનું પ્રતીક છે. જેમા ભારતને સંપ્રભુતાા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય ઘોષિત કરવામાં આવેલું હતું.
વિવિધતામાં એકતાના દર્શન : આજના દિને દેશના બે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકત્રીકરણ થયું હતું. આ દિવસ ઇતિહાસના પાના પર દર્જ થઈ ચૂક્યો છે. અલગ અલગ વિચાર, સંપ્રદાય અને ધર્મના લોકો આ પ્રદેશમાં રહે છે. એમણે વિવિધતામા એકતાનું ઉદાહરણ પ્રસ્તૃત કર્યું છે. પ્રદેશને વિકાસના પંથે લઈ જઈ દેશભરમાં એક નવી ઓળખ આપી છે. શિક્ષણ વિભાગ અને લોક નિર્માણ વિભાગ દ્વારા વિકાસશીલ ગતિવિધિઓ પર વિશેષ રૂપે પ્રકાશ નાખ્યો હતો.
બન્ને યુટીના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : આ પ્રસંગે બાલભવન કેન્દ્રના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તૃત કરી હતી. પોલીસ વિભાગ અને ભારતીય રિઝર્વ બટાલીયન અને એનસીસી કેડેટના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામા આવેલ આપદા મિત્ર ટ્રેનિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરિત કરવામા આવ્યા હતા. આ અવસરે દમણ દિવના સાંસદ લાલુભાઇ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ દામજી કુરાડા, પાલિકા પ્રમુખ રજની શેટ્ટી, માજી સાંસદ સીતારામ ગવળી, પ્રશાસનના અધિકારી, પદાધિકારી શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.