સુરત: ગઈકાલે 6 જુલાઈને શનિવારના રોજ સચિનના પાલીગામ વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી. હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે. કોઈ વ્યક્તિ કાટમાળ નીચે હોય તેવું હાલ તંત્ર પાસેથી જાણવા મળતું નથી.
#WATCH सूरत के कलेक्टर डॉ. सौरभ पारधी ने बताया, " आज दोपहर को पालीगांव में एक छह मंजिला इमारत ढह गई और 4-5 लोगों के अंदर फंसे होने की आशंका है। एक महिला को बचा लिया गया है और उसे अस्पताल में भर्ती कराया गया है। अग्निशमन दल, ndrf और पुलिस काम पर लगे हुए हैं। हम बाकी लोगों को जल्द… https://t.co/ZofhQ1n4pd pic.twitter.com/WLOvVnl8Mu
— ANI_HindiNews (@AHindinews) July 6, 2024
સુરતમાં સચિનના પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો તેવો સ્થાનિકોને ડર લાગ્યો હતો. દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર, NDRF અને SDRF વિભાગે રેસ્ક્યુ ઓપરેશનમાં કાટમાળ નીચેથી મૃતદેહ કાઢ્યા હતાં.
એક મૃતદેહ શનિવારે રાતે 9.10 વાગ્યે કાઢ્યો.
વધુ એક મૃતદેહ રાતે 11.50 વાગ્યે કાઢ્યો.
આજે વહેલી સવારે ત્રણ પુરુષના મૃતદેહ 4.00, 4.30 અને 4.45એ બહાર કાઢ્યા.
જ્યારે 2 પુરુષના મૃતદેહ સવારે 5.10 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના નામ
- હીરામણ કેવટ
- અભિષેક કેવટ
- સાહિલ ચમાર
- શિવપૂજન કેવટ
- પરવેશ કેવટ
- બ્રિજેશ ગૌંડ
- ઓળખ બાકી