અમદાવાદ: ગુજરાતમાં ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર સહિત ગુજરાતમાંથી છેલ્લા બે મહિનામાં 604 ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, આ સંદર્ભે એક સુઓમોટો જાહેરાતની રિટમાં ગુજરાત સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરીને ગુજરાત હાઇકોર્ટ તમામ વિગત પૂરી પાડવામાં આવી હતી.
બે મહિનામાં 604 ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયા: નોંધનીય છે કે 22મી જુલાઈ 2024ના દિવસે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અનઅધિકૃત ધાર્મિક સીવી બાંધકામો અને અતિક્રમણોને દૂર કરવા માટે શું કરી શકાય તેના સંદર્ભમાં તમામ સંભવિત પગલાં લેવા અને આ નિર્દેશનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો તે અંગે જાહેર સ્થળો ,માર્ગ પરના ધાર્મિક દબાણ દૂર કરવા મામલે રાજ્ય સરકારે 1 ઓક્ટોબર 2024ના દિવસે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો ,તેમાં જણાવ્યા હતા કે બે મહિનામાં 604 ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયા છે
ગત સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેને હાઇકોર્ટ રેકોર્ડ પર લેતા કહ્યું હતું કે ગેરકાયદે ધાર્મિક દબાણ સામે કાર્ય કરવામાં આવી છે અને જમીની હકીકત ને ધ્યાનમાં લઇ તેમને દૂર કરવામાં આવ્યા છે. આ અંગે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની બેંચે જાહેર સ્થળો અને અન્ય જગ્યાઓ માંથી અનઅધિકૃત માળખાની ઓળખ અને દૂર કરવા અંગેનો પ્રગતિ અહેવાલ રેકોર્ડ પર મુકવા માટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં આનાધિકૃત બાંધકામો અને અતિક્રમણોને લાગતી 2006ની અરજી પર સુનાવણી સતત ચાલી રહી છે, હાઇકોર્ટે 22 જુલાઈના આદેશને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગના સચિવની એફિડેવિટમાં કરેલી રજૂઆતોની નોંધ લીધી હતી. તારીખ 1 જૂલાઈ 2024 થી 10 સપ્ટેમ્બર 20124ના સમયગાળા દરમિયાન 604 ધાર્મિક બાંધકામોને લગભગ બે મહિનામાં દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી જિલ્લાઓમાંથી 318 અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાંથી 286 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
87 ધાર્મિક સંરચનાઓનું સ્થળાંતર: આ સિવાય 87 ધાર્મિક સંરચનાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તદુપરાંત જાહેર શેરીઓ સાર્વજનિક ઉદ્ધાનો અને અન્ય સાર્વજનિક સ્થળો પરથી છ માળખાને નિયમિત કરવામાં આવી છે, કોર્ટે કહ્યું કે ધાર્મિક દબાણને દૂર કરવા અને વધુ આવા સ્થળો શોધી કાઢવા મુદ્દે ગ્રહ વિભાગના સચિવ દ્વારા આગામી મુદ્દત સોગંદનામુ કરવામાં આવે. અંગે તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આગામી સુનાવણી 3જી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે જેમાં ગેરકાયદેસર બાંધકામોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.