રાજકોટ: જિલ્લામાં અમદાવાદમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થા સાથે એક યુવતી આવતી હોવાની બાતમીના આધારે રાજકોટ SOG ટીમ વોચમાં ઊભી હતી. જેમાં અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી એક યુવતીને રાજકોટ શહેર SOG ટીમે બામણબોર નજીકથી ઝડપી તેની પાસેથી ડ્રગ્સનો 5 લાખથી વધુનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
SOG ટીમની રાજકોટ-અમદાવાદ હાઇવે પર વોચ: રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા તરફથી મળેલ સૂચનાના આધારે રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત SOG, PI, એસ.એમ. જાડેજાના માગ્દર્શન હેઠળ SOG ટીમના ફીરોજબાઈ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર ખાનગી રીતે બાતમી મળતા SOG ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે વોચમાં ઊભી હતી. આ દરમિયાન એક યુવતી શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોવા મળી હતી. પોલીસ તેને રોકીને તેની ચકાસણી કરતાં તેની પાસેથી 5,89,500 રૂપિયાની કિમત ધરાવતું 58.95 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સાથે બે મોબાઈલ, નાનો વજન કાંટો, રોકડા રૂપિયા સહિતના 6.10 લાખના મુદ્દામાલ મળી આવ્યો હતો. પરિણામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બ્યુટીપાર્લરનો વેપાર કરતી શ્વેતા શાંતીલાલ ઠકકર: આ અંગે SOG, PI, એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ સાથે ઝડપાયેલાં 27 વર્ષીય યુવતી શ્વેતા શાંતીલાલ ઠકકર કે જેઓ બ્યુટીપાર્લરનો વેપાર કરે છે અને અમદાવાદ વટવા, સતેજ હોમ્સ બ્લોક નંબર- સી/18, કિંજલ હાઇટસની બાજુમાં રહે છે. આ યુવતી રાજકોટ ડ્રગ્સ પહોંચાડે તે પેહલા ઝડપી લેવામાં આવી છે. આ યુવતી દ્વારા કેટલીવાર ડ્રગ્સની આપ-લે કરવામાં આવી છે. પરિણામે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવે છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કોણ કોણ છે SOG ટીમમાં શામેલ: આ કામગીરીમાં SOG, PI, એસ.એમ. જાડેજા, PSI એમ.બી. માજીરાણા, ASI ધર્મેશભાઈ ખેર, ASI વિરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફિરોજભાઈ રાઠોડ, મૌલીકભાઇ સાવલીયા, અરૂણભાઇ બાંભણીયા, PC હાર્દીકસિંહ પરમાર, મહીલા PC નાઝનીનબેન સોલંકી તથા ASI કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ કામ કરી રહી હતી.
આ પણ વાંચો: