ETV Bharat / state

મા આશાપુરાનું 469 વર્ષ જૂનું મંદિર, જાણો મંદિરનો ઈતિહાસ - navratri 2024

હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ભુજમાં મા આશાપુરાના 469 વર્ષ જૂના મંદિરે દર્શન કરવા ભક્તો આવતા હોય છે. જાણો મંદિરનો અનોખો ઇતિહાસ

ભુજમાં 469 વર્ષ જૂનું મા આશાપુરાનું મંદિર આવેલું છે
ભુજમાં 469 વર્ષ જૂનું મા આશાપુરાનું મંદિર આવેલું છે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 3:47 PM IST

કચ્છ: આધ્યશક્તિ મા દુર્ગાની ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી. આ નવરાત્રી પર્વે લોકો માતાજીના 9 રુપોની ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને મા ની પૂજા અર્ચના કરે છે. ત્યારે આધ્યશક્તિના અનેક રુપોની પૂજા લોકો કરતા હોય છે. ત્યારે નવરાત્રીના નવલાં નોરતા હાલ ચાલુ છે. ત્યારે મા આશાપુરાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે.

લોકો માતાના મંદિરે દર્શને આવે છે: મા આશાપુરાને રીઝવવા માટે ભક્તો અલગ-અલગ રીતે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું. ભુજમાં આવેલા મા આશાપુરા મંદિરની, જે ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલું છે અને દેશના ખૂણે ખૂણેથી મા આશાપુરાના દર્શન કરવા માટે જે લોકો પદયાત્રા કરીને માતાના મઢ જતા હોય છે. તે લોકો અચૂકથી પહેલા ભુજમાં આવેલા 469 વર્ષ જૂના મા આશાપુરાના દર્શન કરવા આવતા હોય છે.

ભુજમાં 469 વર્ષ જૂનું મા આશાપુરાનું મંદિર આવેલું છે (Etv Bharat gujarat)

469 વર્ષ પહેલા મંદિરની સ્થાપના: ભુજનું આશાપુરા મંદિર તે ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલું છે. 469 વર્ષ પહેલાં કચ્છના રાજા ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના સમયે ખીલી ખોડી અને ભુજ શહેર રચાયું હતું. ત્યારે સાથે સાથે આ મંદિરની સવંત 1610માં સ્થાપના કરવામાં આવી હતી.

આ મંદિરમાં 2 મૂર્તિઓની પૂજા થાય છે
આ મંદિરમાં 2 મૂર્તિઓની પૂજા થાય છે (Etv Bharat gujarat)

ઉલ્લેખનીય છે કે, કચ્છની કુળદેવી મા આશાપુરાના મઢ માતાના મઢ મંદિર ખાતે દર ચંદ્રના દિવસે કચ્છના મહારાવ માતાના મઢ જતા હતા. પરંતુ ત્યાં સુધી જે લોકો જઈ ના શકે એવા લોકોને ધ્યાનમાં રાખીને ભુજમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

નવરાત્રી પર્વે ભક્તો મંદિરે દર્શને આવે છે
નવરાત્રી પર્વે ભક્તો મંદિરે દર્શને આવે છે (Etv Bharat gujarat)

મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક ઘટના: ભુજના આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની 2 મૂર્તિઓ સ્થાપિત છે. જેની એક ઐતિહાસિક ઘટના છે. કચ્છના મહારાવ રાયધણજી બીજાએ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું.જેની જાણ તે સમયના મંદિરના પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા અને આ અંગે કચ્છના જાડેજા ભાયાતોને અને અંજારના દિવાન લોહાણા મેઘજી શેઠને પણ જાણ થઈ હતી.

માતાજીની બે મૂર્તિઓને પુજવામાં આવે છે: અંજારના દીવાન પોતાના લશ્કર સાથે ભુજ આવીને મહારાવ રાયધણજીને કેદ કર્યો હતો. ત્યારે કચ્છની પ્રજાએ બળવો કરતા “બારાભાયા" રાજ્યની સ્થાપના કરી હતી અને આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. જેની જાણ પૂજારીને થતા તેઓ જૂની મૂર્તિ પરત લઈ આવતા તે મૂર્તિને પણ ફરી મૂળ જગ્યાએ સ્થાપી તેની પણ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આમ આશાપુરા માતાજીની બે મૂર્તિઓને પુજવામાં આવે છે.

વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રી મહોત્સવ: આ મંદિરની અંદર વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રી મહોત્સવ એટલે કે મહા મહિનાની નવરાત્રી, ચૈત્ર મહિનાની નવરાત્રી, અષાઢ મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં ચૈત્ર મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીમાં મા આશાપુરા મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. તેમજ નવરાત્રી નિમિત્તે મંદિરમાં આઠમના દિવસે પતરી વિધિ અને હવન દર્શન પણ યોજાતું હોય છે.

લોકોની મા આશાપુરા અને મંદિર પ્રત્યે અનેરી શ્રદ્ધા: નવરાત્રી દરમિયાન ભુજના આશાપુરા મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને માતાજીની આરાધના કરે છે. કેટલાક માઇભકતો દરરોજ નહીં તો અઠવાડિયે એકવાર મંગળવારના દિવસે તો અચૂક માતાજીના દર્શન કરવા માટે આવે છે. ભક્તોના મનમાં જ્યારે પણ કંઈક હોય, કોઈ તકલીફ હોય તો માતા પાસે આવી શીશ ઝુકાવીને તેઓ રજૂઆત કરતા હોય છે, ત્યારે માતાજી તેમની આશા ચોક્કસથી પૂર્ણ કરતા હોય છે. આ ઉપરાંત જે માઇભકતોએ માનતા માનેલી હોય તેમની પણ આશા મા આશાપુરા પૂર્ણ કરે છે.

ભક્તો અનુષ્ઠાન, જાપ, માળા, ધ્યાન કરતા હોય છે: ભુજના આ સુપ્રસિદ્ધ મંદિરે સૌ કોઈ આવીને મા આશાપુરાના દર્શન કરીને પોતાની ઈચ્છાઓ મા આશાપુરા પૂર્ણ કરશે. એવા ભાવ સાથે સૌ કોઈ ભક્તો આવતા હોય છે. આ ઉપરાંત નવરાત્રીની અંદર દરેક ભક્તો પોતાની ભક્તિ, શ્રદ્ધા અને ઇચ્છા મુજબ અનુષ્ઠાન, જાપ, માળા, ધ્યાન પણ કરતા હોય છે અને પોતાના ઘરે ગરબો રાખીને માતાજીની આરાધના પણ કરતા હોય છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.