ETV Bharat / state

વલસાડના મધુબન ડેમમાંથી છોડાયું 46709 ક્યુસેક પાણી, ઉમરગામના દરિયામાં ડૂબાવવાથી યુવકનું મોત - Water released from Madhuban Dam

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 10:37 PM IST

મધુબન ડેમના ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસતા ડેમના 8 દરવાજા 1.50 મીટર ખોલીને દમણગંગા નદીમાં 46709 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે સોમવારે વરસાદી માહોલ વચ્ચે 4 જેટલા યુવકો ઉમરગામના દરિયાકિનારે આકાશ યાદવ નામનો 19 વર્ષનો યુવક તણાયો હતો.

ઉમરગામના દરિયામાં ડૂબાવવાથી યુવકનું મોત
ઉમરગામના દરિયામાં ડૂબાવવાથી યુવકનું મોત (Etv Bharat Gujarat)

વલસાડ: જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વાપી અને કપરાડા તાલુકામાં 12 કલાકમાં સરેરાશ ચાર થી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે સેલવાસમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી મોટા મધુબન ડેમના ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસતા ડેમના 8 દરવાજા 1.50 મીટર ખોલીને દમણગંગા નદીમાં 46709 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

મધુબન ડેમમાં 29738 ક્યુસેક પાણીની આવક: દમણગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેના કારણે વાપી નજીકનો દમણગંગા ડેમ ધસમસતા પાણીના પ્રવાહથી ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મધુબન ડેમમાં 29738 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમનું લેવલ હાલ 72.70 મીટર છે. જે લેવલને જાળવવા ડેમના 8 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યાં હતા. જેના થકી દમણગંગા નદીમાં 46709 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે દમણગંગા નદીમાં પૂર જેવી સ્થિતિ છે. ધસમસતું પાણી દમણના દરિયામાં ઠલવાઇ રહ્યું છે.

દરિયા કિનારે ફરવા આવેલ યુવક ડૂબાયો: ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 59 ઇંચ જેટલો વરસાદ થયો છે. ત્યારે સોમવારે વરસાદી માહોલ વચ્ચે 4 જેટલા યુવકો ઉમરગામના દરિયાકિનારે નહાવા ગયા હતાં. દરિયાના પ્રવાહમાં પાણીની મોજ માણતાં અચાનક આકાશ યાદવ નામનો 19 વર્ષનો યુવક તણાયો હતો. જ્યારે 3 યુવકો બહાર આવી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ઉમરગામ ફાયર વિભાગનીં ટીમ, ઉમરગામ પોલીસ અને મામલતદાર સહિતના ઘટનાસ્થળ પર આવીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જો કે યુવક દરિયામાં ગરકાવ થયો હતો. યુવક મૂળ યુપીનો છે અને ઉમરગામ દરિયા કિનારે મિત્રો સાથે ફરવા આવ્યો હતો.

  1. ગુજરાતનું પ્રથમ અનાજ ATM ભાવનગરના ફાળે આવવાની શક્યતા : અનાજ ATM શું છે અને ક્યાં મળી શકે શહેરમાં પ્રથમ જાણો - Grain ATM in Bhavnagar
  2. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને થયા અભિભૂત - Vadodara News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.