ETV Bharat / state

ધૂળેટી મનાવવા વડતાલ આવેલા વિદ્યાનગરના 5 વિદ્યાર્થીઓ ગોમતી નદીમાં ડૂબ્યા, 3નાં કરૂણ મોત - 3 students died - 3 STUDENTS DIED

યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. પાંચ વિદ્યાર્થીઓ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ ઉંડા પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. તહેવાર ટાણે કરૂણ ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે.

ળેટી મનાવવા વડતાલ આવેલા વિદ્યાનગરના 5 વિદ્યાર્થીઓ ગોમતી નદીમાં ડૂબ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 7:48 PM IST

ળેટી મનાવવા વડતાલ આવેલા વિદ્યાનગરના 5 વિદ્યાર્થીઓ ગોમતી નદીમાં ડૂબ્યા

વડતાલઃ ધૂળેટી ઉત્સવને લઈને વડતાલ ખાતે વિદ્યાનગરથી 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન પગ લપસતા વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ ઉંડા પાણીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે વડતાલ પોલિસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢીને કરમસદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતાં તેમજ ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોમતી નદીમાં 5 વિદ્યાર્થી ડૂબ્યા, 3નાં મોત

12 વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું ધૂળેટી મનાવવાઃ મળતી વિગતો મુજબ વલ્લભ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું. જેમાં 12 જેટલા વિદ્યાર્થીઓ હતા. ધુળેટી રમ્યા બાદ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા માટે આવ્યા હતા. જે દરમિયાન પગ લપસતા ડૂબી જવાની ઘટના બની હતી. ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભારે ગમગીની ફેલાઈ હતી. આ બાબતે વડતાલ પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સ્પેક્ટર વી.બી.દેસાઈએ જણાવ્યુ હતું કે, વિદ્યાનગરથી વિદ્યાર્થીઓનું ગ્રુપ ધુળેટી મનાવવા આવ્યું હતું.જે ગોમતી તળાવમાં ન્હાવા પડતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા.

અકસ્માતોની વધતી ઘટના અંગે જાગૃતિનો અભાવઃ મહત્વનું છે કે, જીલ્લામાં વિવિધ પર્વો તેમજ તહેવારો દરમિયાન નદી તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. જેમાં ધૂળેટી પર્વે નહેર, નદી અને તળાવોમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવો બને છે. આ ઉપરાંત ડાકોર પગપાળા આવતા યાત્રીઓ રસ્તામાં આવતા નદી,તળાવોમાં ન્હાવા જતા ડૂબવાના બનાવો બને છે. તેમજ ગળતેશ્વર ખાતે મહીસાગર નદીમાં પણ અવાર-નવાર ડૂબી જવાની કરૂણ ઘટનાઓ બને છે. ત્યારે આવા બનાવો બનતા અટકે તે માટે સ્થાનિકો, તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળી જાગૃતિ તેમજ સલામતી માટેની સહિયારી કામગીરી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

  1. Mahisagar News: સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકો ડૂબ્યા, એકનો બચાવ, અન્ય એકની શોધખોળ શરૂ
  2. Canal rescue: કેનાલમાં યુવતીને બચાવવા પડેલા બે યુવાનમાંથી એકનું મોત, એકની શોધખોળ, યુવતીને બચાવી લેવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.