ETV Bharat / state

આગામી દિવસોમાં 2થી 8 ઇંચ સુધી પડી શકે છે વરસાદ, કોરા રહેલા અમરેલી અને રાજકોટમાં પણ વરસાદની શક્યતાઃ આગાહીકાર રમણીક વામજા - Rain in Gujarat - RAIN IN GUJARAT

ગુજરાતને ફરી ભીંજવવા આગામી દિવસોમાં મેઘરાજા તૈયારી કરી ચુક્યા હોવાની આગાહી હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે. આ દરમિયાનમાં આગાહીકાર રમણીક વામજાએ પણ આગામી દિવસોમાં 2થી 8 ઇંચ જેટલો વરસાદ પડવા ઉપરાંત હાલમાં વરસાદ માટે જંખતા રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે.- Rain in Gujarat Weather Update

વરસાદના તમામ અપડેટ્સ
વરસાદના તમામ અપડેટ્સ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 3:33 PM IST

વરસાદની આગાહી કરતા આગાહીકાર રમણીક વામજાએ શું કહ્યું? (Etv Bharat Gujarat)

જુનાગઢઃ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બેથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર જુનાગઢના રમણીક વામજા એ વ્યક્ત કરી છે. 21 થી લઈને 24 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બેથી લઈને આઠ ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અત્યાર સુધી કોરા રહેલા રાજકોટ અને અમરેલી પંથકમાં પણ સારો વરસાદ પડશે તેવું પૂર્વાનુમાન રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યું છે.

કુદરતી વરસાદની આગાહી
કુદરતી વરસાદની આગાહી (Etv Bharat Gujarat)

આગામી દિવસોમાં વરસાદની પ્રબળ શક્યતાઓઃ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની સાથે સમગ્ર ગુજરાત પ્રદેશમાં 24 તારીખ સુધી બે ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. 21 તારીખની મધ્યરાત્રીએ 12:30 કલાકથી લઈને 01: 30 કલાક સુધી ચંદ્રના ફરતે એક કુંડાળું જોવા મળ્યું હતું, જે સૌરાષ્ટ્રની સાથે સમગ્ર ગુજરાતમાં બે થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તેવું પુર્વાનુમાન આપ્યું છે. આ દિવસો દરમિયાન અત્યાર સુધી વરસાદ માટે કોરા રહેલા અમરેલી રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ બે ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
ગુજરાતમાં વરસાદની સ્થિતિ (Etv Bharat Gujarat)

અષાઢી બીજ બાદ બોતરું થયું પૂર્ણઃ અષાઢી બીજના દિવસે આઠમી જૂનને શનિવારે વરસાદી વીજળી ગરજી હતી, જેને દેશી ભાષામાં બોતરુ કહેવામાં આવે છે. જે વિસ્તારમાં અષાઢી બીજની વીજળી જોવા મળે ત્યાં 72 દિવસ વરસાદ ન પડે અથવા તો ઓછો વરસાદના જોવા મળે છે. જે હવે પૂર્ણ થતા રાજકોટ અમરેલી અને ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થાય છે. મેઘા નક્ષત્રમાં પણ ખૂબ સારો વરસાદ થવાની શક્યતાઓ રમણીકભાઈ વામજા જણાવી રહ્યા છે. આ સમય દરમિયાન મંડાણી પ્રકારનો વરસાદ જોવા મળશે જેને કારણે ઈશાન અને વાયવ્ય દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનને કારણે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

26 વિંછુડાને કારણે ગરમીઃ આ વર્ષે 26 વિંછુડા પણ જોવા મળ્યા હતા. જેને કારણે ગરમીના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળી શકે છે. તેમ છતાં હાથીયા નક્ષત્રમાં ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આ સિવાય ઉત્તર અને પૂર્વ ફાલ્ગુન નક્ષત્રમાં પણ આ વર્ષે વરસાદ પડી શકે છે. વધુમાં નવરાત્રી અને દિવાળી સુધી ગરમીનું પ્રમાણ સતત વધતું રહેવાની પણ સંભાવનાઓ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા એ વ્યક્ત કરી છે.

  1. ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, જાણો શું છે મામલો... - Gujarat Vidhan Sabha session
  2. "મારૂં કચ્છ" વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ, કચ્છ સંગ્રહાલય દ્વારા શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન - photography competition in kutch

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.