ETV Bharat / state

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો : 2 દર્દીના મોત, બે સારવાર હેઠળ - Chandipura virus - CHANDIPURA VIRUS

રાજ્યભરમાં છેલ્લા 15 દિવસમાં ફફડાટ મચાવનાર ચાંદીપુરા વાયરસની બનાસકાંઠામાં એન્ટ્રી થઈ છે. અહીં આ વાયરસથી બે દર્દીના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે અન્ય બે દર્દી સારવાર હેઠળ છે. મૃતકોના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો
બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 7:31 AM IST

બનાસકાંઠા : ગુજરાતના વિવિધ વિસ્તાર સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ હવે ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વાયરસના 4 કેસ સામે આવ્યા છે. જેમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે મોત બે દર્દીના મોત થયા છે. જોકે અન્ય બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 2 દર્દીના મોત (ETV Bharat Reporter)

બે શંકાસ્પદ મોત : પાલનપુર અર્બન વિસ્તાર અને ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે તેમના સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવવાની આરોગ્ય વિભાગ રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જે તેમના મોતનું સચોટ કારણ જાણી શકાશે. પરંતુ આ બંને કેસ શંકાસ્પદ હોવા અંગે હાલ તો જાણકારી આપવામાં આવી હતી.

બે દર્દી સારવાર હેઠળ : જોકે, અન્ય બે વ્યક્તિઓ પણ હાલ સારવાર હેઠળ છે. દાંતીવાડા અને સુઈગામના બે દર્દી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, આ બંને દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

આરોગ્ય વિભાગની કામગીરી : બનાસકાંઠા જિલ્લામાં હવે ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા જ આરોગ્યતંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જો કોઈ પણ દર્દીમાં આ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક જ તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જોકે બે દર્દીના મોત બાદ વધુ કોઈ દર્દીનું મોત ન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે.

  1. બનાસકાંઠામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  2. પાલનપુરમાં આઈસીયુ સંચાલક પર ફિલ્મી ઢબે હુમલો, પોલીસ લાગી હુમલાખોરોની તપાસમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.