કચ્છ: ભુજના 19 વર્ષીય કિશોર વત્સલ મહેશ્વરીએ મધ્ય એશિયાના સૌથી મોટા દેશ કઝાકિસ્તાન ખાતે 26મીના પૂરી થયેલી એશિયન ચેમ્પીયન સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય હરીફોમાં સૌથી વધુ લિફ્ટ ઉપાડીને બદલ પાવર લિફ્ટિંગની ડેડ લિફ્ટમાં સબ-જુનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને કચ્છનું નામ રોશન કર્યું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વત્સલ મહેશ્વરી ભારત માટે પાવર લિફ્ટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.વત્સલે ફૂલ મીટ સ્પર્ધામાં સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો.આ અગાઉ વત્સલ પાવર લિફ્ટિંગમાં ત્રણ વખતના રાષ્ટ્રીય ચેમ્પીયન બની ચૂક્યો છે.હાલ તેની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી.
ડેડ લિફ્ટમાં 210 કિલો વજન ઉપાડયું: વત્સલ મહેશ્વરી હાલમાં ભુજની ચાણક્ય ફીઝીઓથેરાપી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કઝાકિસ્તાન ખાતેની સ્પર્ધામાં તેણે ડેડ લિફ્ટિંગમાં 210 કિલો વજન ઉપાડયું હતું. જયારે તેના 10 દેશોના હરીફો 180 અને 195 કિલો સુધીનું જ વજન ઉપાડી શક્યા હતા.વત્સલે 75 કિલોની કેટેગરીમાં ફૂલ પાવરમાં 477.5 કિલો વજન ઊંચક્યું હતું અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
રશિયામાં યોજાનાર વિશ્વકક્ષાની સ્પર્ધામા લેશે ભાગ: વત્સલની આ પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 10 દેશોના હરીફો સાથેનો મુકાબલો ખુબ જ કઠીન રહ્યો હતો અને વત્સલે ગજબનું કૌશલ્ય બતાવીને ભારત માટે ગોલ્ડ અને સીલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર કચ્છ અને ગુજરાત સાથે ભારતનું નામ રોશન કર્યું છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી આ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ભાગ લેનાર વત્સલ એક માત્ર ખેલાડી હતો. વત્સલ આગામી સમયમા રશિયામા રમાનાર વિશ્વકક્ષાની સ્પર્ધામા ભાગ લઈને પણ સારો દેખાવ કરીને વધુ સફળતા હાંસલ કરીને ફરીથી કચ્છનું નામ રોશન કરશે તેવી આશા છ.