વલસાડ: થોડા સમય અગાઉ એક 19 વર્ષીય યુવતીની રેલ્વે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. જેના પીએમ બાદ હકીકત બહાર આવી હતી કે તેની સાથે દુષ્કર્મ પછી ગળુ દબાવીને હત્યા થઇ હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેથી આરોપીને શોધી પાડવા માટે 100 થી વધુ પોલીસની ટીમ કામે લાગી હતી અને આખરે 10 દિવસની મહેનત બાદ આરોપીને વાપી રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે જેમાં અનેક ખુલાસા થઈ શકે છે.
શું હતી સમગ્ર ઘટના: વલસાડમાં એક 19 વર્ષીય યુવતી ટયુશને ગઇ હતી. જ્યાંથી તે પરત ફરતી વખતે તેના મિત્ર સાથે ફોન પર વાત કરતા રેલ્વે ટ્રેકની બાજુમાં અવાવરુ જગ્યા પાસેથી નીકળી રહી હતી. ત્યારે અચાનક અવાજ આવ્યા બાદ ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. જેથી યુવતીના મિત્રે આ અંગેની જાણકારી યુવતીની મોટી બહેનને કરી હતી. જેથી તેઓ આ યુવતીની શોધખોળ હાથ ધરી હતી અને આ યુવતીનો મૃતદેહ આંબાવાડીમાં મળી આવ્યો હતો. જેને હોસ્પિટલે લઇ જવામાં આવી હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો: યુવતીના પીએમ રિપોર્ટ મુજબ પ્રાથમિક તપાસમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે સમગ્ર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને 10 જેટલી ટીમો બનાવીને તપાસનો દૌર શરુ થયો હતો. જેમાં આસપાસના લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. રોડ ઉપરથી પોલીસને એક બે ટીશર્ટ તેમજ બેગ પણ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં બેથી અઢી હજાર સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા
2000 સીસીટીવી કેમેરા ચેક કરાયા: સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પારડી પોલીસ SOG અને DYSP સહિત તેમની નીચે કુલ 10 જેટલી ટીમો બનાવી હતી. જેમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ તેમજ રેલ્વે પોલીસની પણ મદદ લેવાઈ હતી. આ ઘટનામાં પોલીસે આરોપીને શોધવા માટે 2000થી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા. જેમાં વાપી રેલ્વે સ્ટેશન ઉપરના કેમેરામાં શંકાસ્પદ આરોપી દેખાઈ આવ્યો હતો.
આખરે 10 દિવસ બાદ આરોપી પકડાયો: સમગ્ર ઘટનામાં પોલીસે ગંભીરતાપૂર્વક 10 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જે બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં ટીમો તપાસે મોકલી હતી. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો. જો કે, ગત રોજ વાપી રેલ્વે પોલીસને મળેલી બાતમી અનુસાર સીસીટીવીમાં દેખાતો શંકાસ્પદ આરોપી વાપી રેલવે સ્ટેશન નજીક વલસાડ પોલીસ અને રેલ્વે પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડ્યો છે.
આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી બાળપણથી ટ્રેનમાં ફરીને મુસાફરોના સામાનની ચોરી કરવામાં માહેર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: