ETV Bharat / state

ગુજરાતમાં વરસાદનો કહેર, 1.69 લાખ નાગરિકોને 18.04 કરોડ રાહત ચૂકવાઇ - Aid to the people of the state - AID TO THE PEOPLE OF THE STATE

ગુજરાતમાં ભારેે વરસાદ પડ્યો હતો. વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા ભારત સરકારની ટીમ ગુજરાતમાં ધામાં નાખશે. કેન્દ્ર સરકારના 6 સભ્યોની ટીમ અલગ-અલગ વિભાગના અધિકારીઓ સાથે વરસાદને કારણે થયેલા નુકશાનની સર્વેની કામગીરી હાથ ધરશે. Aid to the people of the state

Etv Bharatગુજરાતમાં વરસાદનો કહેર, 1.69 લાખ નાગરિકોને 18.04 કરોડ રાહત ચૂકવાઇ
ગુજરાતમાં વરસાદનો કહેર, 1.69 લાખ નાગરિકોને 18.04 કરોડ રાહત ચૂકવાઇ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 4:57 PM IST

ગુજરાતમાં વરસાદનો કહેર, 1.69 લાખ નાગરિકોને 18.04 કરોડ રાહત ચૂકવાઇ (Etv Bharat gujarat)

ગાંધીનગર: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીપ ડિપ્રેશનનું નિર્માણ થયું હતું. ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્રમાં થઈને અરબ સાગરમાં જતા તા. 25 થી 31 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. આ 6 દિવસ દરમિયાન ચાલુ સીઝનના કુલ વરસાદના 30 ટકા વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી 108% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતના તમામ ઝોનમાં લગભગ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ભારત સરકારની ટીમ ગુજરાતમાં સર્વે ધરશે: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા ભારત સરકારની ટીમ ગુજરાતમાં ધામાં નાખશે. કેન્દ્ર સરકારના 6 સભ્યોની ટીમ અલગ-અલગ વિભાગના અધિકારીઓ સાથે વરસાદને કારણે થયેલા નુકશાનની સર્વેની કામગીરી હાથ ધરશે. ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ દરમિયાનમાં ભારે વરસાદ પડ્યો હતો. મુખ્યમંત્રીએ તાત્કાલિક પ્રભારી સચિવ, કલેકટર અને પ્રભારી મંત્રીઓને વરસાદ પ્રભાવિત જિલ્લામાં પહોંચવાના આદેશ કર્યા હતા. રાજ્યના 14 જિલ્લામાં 1.69 લાખ લોકોને સહાય ચૂકવવામાં આવી છે.

ભારે વરસાદથી 49 લોકોના મૃત્યુ: સરકારે અત્યાર સુધી 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચુકવી છે. વરસાદના કારણે 22 લોકોના થયેલા અલગ અલગ મૃત્યુમાં 88 લાખની સહાય ચૂકવી છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે કુલ 49 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં 2618 પશુઓના મોત થયા છે. સરકારે તાત્કાલિક અલગ અલગ સહાય ચૂકવવા માટે 367 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપી છે. એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની મદદથી 37 હજારથી વધુ લોકોના રેસ્ક્યુ કર્યા છે. ભારે વરસાદથી બિસ્માર બનેલા રોડનું રીપેરીંગ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ગામડા અને શહેરોમાં વીજપુરવઠો ખોરવાયો: માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ડેમેજ થયેલા 2223 કી.મી ના માર્ગ રીપેર કર્યા છે. ભારે વરસાદના કારણે 6 હજાર ગામડા અને 17 શહેરોમાં વીજ પુરવઠો ખોવાયો હતો. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 700 કરોડની ગ્રાન્ટ શહેરી વિકાસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. આ તમામ ગ્રાન્ટ નગરપાલિકા અને મહાનગરપાલિકાના રોડ રસ્તા માટે ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતત SEOC ખાતે મોનિટરીંગ કરતા હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદના જાણીતા આનંદ દાળવડાનું બોલિવૂડ કનેકશન, જાણો ધંધાને કેવી રીતે પહોંચાડ્યો રોજના રૂ. 2થી 27 હજાર સુધી - Ahmedabad Rain and Dalwada
  2. ડોલવણના પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ફરી વળ્યા, NDRF ટીમે 200 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું - Tapi rain update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.