ETV Bharat / state

દાહોદ નગરમાં 17મી શ્રી જગન્નાથની રથયાત્રા નીકળી - Rath Yatra in Dahod - RATH YATRA IN DAHOD

દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ અને તાલુકા મથકોએ પણ જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેના કારણે નગરમાં ભક્તિમય માહોલ બની જવા પામ્યો હતો.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 5:16 PM IST

દાહોદ નગરમાં 17મી શ્રી જગન્નાથની રથયાત્રા નીકળી (Etv Bharat Gujarat)

દાહોદ: અષાઢી બીજ નિમિતે દાહોદ નગરમાં ભ્રમણ કરવા નિકળેલી ૧૭ મી ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રાને દાહોદ સંસદ સભ્ય જસવંત સિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઇ ખાબડ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલિયાર જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઇ ડામોર,સુધીર લાલપુરવાલા એ ભગવાનની આરતી અને પહિન્દ વિધી કર્યા બાદ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

દાહોદના રણછોડ મંદીરે સવારથી ભાવીકભક્તોનો જય જગ્ગનાથનો જયઘોષ કરતા જોવા મળી રહ્યા હતા. આ રથ યાત્રાના રથમાં ભગવાન શ્રીજગન્નાથની પધરામણી કરતાં પહેલા પ્રભુની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર ભગવાનની રથયાત્રાને વધાવવા તેમજ સ્વાગત કરવામાટે વિવિધ સમુદાયના લોકોએ મંડપો બાધ્યા છે.

રથયાત્રાના પ્રસ્થાન સમયે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના મોટા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં નગરજનો ભાવિકભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દાહોદ હનુમાન બજારથી નીકળેલી રથયાત્રા પડાવ ચોક થઈને દોલતગંજ બજારમાં થઈને સોનીવાડમાં આ રથ યાત્રા પહોંચી હતી અને કલાકના વિરામ બાદ રથયાત્રા મંડાવાવ ચોક, ગોવિંદનગર, માણેક ચોક વાળા માર્ગે દેસાઈવડે પહોંચી હતી. અને ત્યાંથી પરત ફરી એમ.જી રોડના રસ્તે થઈ નેતાજી બજાર થઈ અને પૂર્ણ થઈ હતી.

રથયાત્રા દરમિયાન માર્ગમાં ડાન્સ, કરતબો, કરાટેની ટીમો દ્વારા વિવિધ દાવ પેચો,અને અખાડા વાળા દ્વારા અનેક ખેલો રસ્તા ઉપર કરતા કરતા જગન્નાથ પ્રભુ ની યાત્રા દાહોદના વિવિધ રાજ માર્ગો પર ફરી હતી. રથયાત્રાના રુટ પર ઠેર ઠેર યાત્રાળુઓ માટે ઠંડા પામી, અલ્પાહાર તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સમાજ અને સંગઠનો દ્રારા રથયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં 200 કિલો થી પણ વધુ મગ તથા ૫૦૦ કિલો થી પણ વધુ જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો જ્યારે વિવિધ સંગઠનો દ્વારા પૌવા ફળાહાર માં કેળા સ્વરૂપે ફ્રુટ નું વિતરણ તથા પાણીનું વિતરણ કરાયું હતું.

દાહોદ જિલ્લા પોલીસવડા રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રથયાત્રા નિમિત્તે તમામ રૂટ ઉપર આ સામાજિક તત્વો અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને નેત્રમ પ્રોજેક્ટ તથા સ્માર્ટ સિટીના કેમેરા ડ્રોન કેમેરા પોલિસે બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરીને તે થકી જગન્નાથની રથયાત્રા પર બાજ નજર રાખી રહી છે.

  1. છોટા ઉદેપુર અને બોડેલી નગરમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્ચાએ - Rath Yatra in ChhotaUdaipur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.