ભાવનગર: શહેરના મધ્યમાં આવેલી રાજપૂત અને મોગલ સ્થાપત્યની શૈલીનું સમન્વય ધરાવતી 'ગંગાદેરી' 131 વર્ષ પુરાણી છે. આ ગંગાદેરીની હાલત ધીરે ધીરે ખરાબ થતી જાય છે. ચૂંટણી વખતે મહારાજાઓના નામ તો લેવાય છે, પરંતુ એ જ મહારાજાઓની ધરોહરોને સાચવવામાં સરકારને આંખ આડા કાન આવે છે. જવાબદાર વિભાગો પતન કરવાના ઇરાદે હોય તેમ હાથ ઉપર હાથ રાખીને બેઠા છે. સરકાર અને તેના વિભાગોની બેદરકારીને લીધે 'ગંગાદેરી'ની હાલત ખરાબ છે.
![રાજપૂત અને મોગલ રાજ્યના સ્થાપત્યની સમન્વયવાળી આરસની બનેલી 'ગંગાદેરી' દબાણોના ઘેરામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/rgjbvn01gangaderipatanrtuchirag7208680_23082024160004_2308f_1724409004_889.jpg)
રક્ષિત સ્મારક 'ગંગાદેરી'ની સ્થાપના: ભાવનગર શહેરમાં તળાવના કાંઠે આવેલી 'ગંગાદેરી'ની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ ભાવસિંહજીના જન્મ બાદ અવસાન પામેલા રાણી સાહેબાની યાદમાં બંધાવી હતી. આ 'ગંગાદેરી' 1893માં બાંધવામાં આવી હતી. રાજપૂત અને મોગલ સ્થાપત્યની કોતરણીવાળી, ફૂલવેલની નાજુક ભાત ધરાવતી જાળી અને થાંભલા આજે પણ સુંદરતા ફેલાવે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે, સરકારે રક્ષિત સ્મારકમાં લીધી હોવા છતાં પણ 'ગંગાદેરી'ની હાલત કફોડી થઈ ચૂકી છે. ગંગાદેરીમાં ઊગી નીકળેલા અને મહાકાય બનતા જતા વૃક્ષ ગંગાદેરીને મૂળમાંથી નષ્ટ કરીએ રહ્યા છે અને તંત્ર હાથ પર હાથ દઈને બેઠું છે.
![રાજપૂત અને મોગલ રાજ્યના સ્થાપત્યની સમન્વયવાળી આરસની બનેલી 'ગંગાદેરી' દબાણોના ઘેરામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/rgjbvn01gangaderipatanrtuchirag7208680_23082024160004_2308f_1724409004_305.jpg)
'ગંગાદેરી'ના માર્બલ ઉખડી ગયા: જાગૃત નાગરિક અને ઐતિહાસિક ધરોહરની પાછળ સેવા આપતા ઇન્ટેક સંસ્થાના સભ્ય ડો તેજસ દોષીએ જણાવ્યું હતું કે, ભાવનગરનું બહુ જ મોટું ઘરેણું એટલે 'ગંગાદેરી' મીની તાજમહેલ પણ કહેવામાં આવે છે. જે મહારાજા તખ્તસિંહજીના રાજમાં આ સુંદર નજરાણું બનીને તૈયાર થયું હતું. લગભગ 100 વર્ષથી જૂનું આ એક બહુ જ મોટું ગંગાજળિયા તળાવની વચ્ચોવચ અસલી માર્બલ બનેલ અદભુત સ્થાપત્ય છે. એવું કહેવાય છે કે, કોઇ પણ સ્થાપત્ય 100 વર્ષથી વધારે જૂનું થાય તો એ પુરાતત્વ હેરીટેજ સોસાયટીની દેખરેખમાં આવી જાય છે. આ સ્થાપત્ય ભાવનગર કોર્પોરેશનના પુરાતત્વ ખાતામાં આવે છે. આ સ્થાપત્યની ઘણી બધી જગ્યાઓ પર સમારકામ જરુરી છે. ઘણી ખરી જગ્યાએ વૃક્ષો ઉગી ગયા છે. ત્યારે તંત્ર પાસેથી માંગ કરવામાં આવી છે કે, જો મૂળિયાની સફાઇ કરવામાં નહી આવી તો આ અદભૂત સ્થાપત્ય 'ગંગાદેરી'ના માર્બલ ટૂટી જશે અને ધીરેધીરે ખંડેરમાં બદલાઇ જશે.
![રાજપૂત અને મોગલ રાજ્યના સ્થાપત્યની સમન્વયવાળી આરસની બનેલી 'ગંગાદેરી' દબાણોના ઘેરામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/rgjbvn01gangaderipatanrtuchirag7208680_23082024160004_2308f_1724409004_1103.jpg)
સ્થાપત્યનું સમયસર સમારકામ જરુરી: ડો તેજા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર હેરીટેજ પ્રિઝર્વેશન સોસાયટી અને ઇન્ટેક સંસ્થાના કોર્ડીંનેશનમાં અમે બધા સભ્યો છીએ. અમે ગાંધીનગર પત્ર વ્યવહાર કરીએ છીએ. 'ગંગાદેરી'ના સમારકામ બાબતની પરમિશન આપો. જેથી અમે આ સ્થાપત્યમાં કંઈક રીપેરીંગ કરાવી શકીએ. ભાવનગર કોર્પોરેશનને પણ અમે જાણ કરી હતી.પણ સત્તાધીશોએ જણાવ્યું કે, આ સ્થાપત્ય ભાવનગર કોર્પોરેશનની નીચે નથી આવતું ગાંધીનગરની અંડરમાં આવે છે. ડો.દોશીએ જણાવ્યું કે, જો આપણે આવી નાની નાની ધરોહરને આપણે સાચવશું નહી. તો આપણા પછીની પેઢીને આવા અદ્ભુત સ્થાપત્યના ખાલી ફોટા જોવા મળશે. ખરેખર આ તો એક પર્યટક સ્થળ બની શકે છે. તંત્ર દ્વારા આની સરખી જાળવણી કરવી જરુરી છે. 'ગંગાદેરી'ની આજુબાજુની દિવાલો તૂટી ગઇ છે. કેટલીક જગ્યાએ ગાબડા પડી ગયા છે. 'ગંગાદેરી' સુધી જવા પૂલ પણ છે તે પૂલ પર પણ ગાબડા પડવા લાગ્યા છે. 'ગંગાદેરી' માં નાના વૃક્ષો ઉગવા લાગ્યા છે, માર્બલ તૂટવા લાગ્યા છે એટલે આનું તાત્કાલિક ધોરણે પ્રિવેંશન અને પ્રિઝર્વેશન કરવું જોઈએ. મારી સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે 'ગંગાદેરી'ના સમારકામની મંજૂરી આપો ત્યારે આ ધરોહરને બચાવી શકાય.
![રાજપૂત અને મોગલ રાજ્યના સ્થાપત્યની સમન્વયવાળી આરસની બનેલી 'ગંગાદેરી' દબાણોના ઘેરામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/rgjbvn01gangaderipatanrtuchirag7208680_23082024160004_2308f_1724409004_918.jpg)
![રાજપૂત અને મોગલ રાજ્યના સ્થાપત્યની સમન્વયવાળી આરસની બનેલી 'ગંગાદેરી' દબાણોના ઘેરામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/rgjbvn01gangaderipatanrtuchirag7208680_23082024160004_2308f_1724409004_979.jpg)
તંત્ર દ્વારા સ્થાપત્યની જાળવણી થશે: તાલુકા મામલતદાર વી.એન. ભારાઈએ જણાવ્યું કે, આ બાબતે અમે સ્થળ મુલાકાત કરી હતી પ્રાંત સાહેબ, આર.એન. બી વિભાગના કાર્યપાલક અને આસિસ્ટન્ટ તેમજ સાથી સંયુક્ત ટીમ સાથે મુલાકાત લીધી હતી આર.એન.બી વિભાગના કર્મચારી અધિકારીઓએ સ્થાપત્યની યોજનાનો અંદાજ બનાવીને આયોજન વિભાગને જાણ કરશે.BMC કમિશ્નરની કચેરીએ પણ સ્થળની જાળવણી કરાશે. તેવી લેખિત અને મૌખિક બાંહેધરી આપી છે. ગંગાદેરીની જાળવણી બાબતે સરકાર તરફથી યોગ્ય કામગીરી કરવામાં આવશે. તેમજ તાત્કાલિક ધોરણે કાર્ય શરુ કરવામાં આવશે.