પાટણ: પાટણ લોકસભા બેઠક ઉપર આગામી 7 મે ના રોજ મતદાન યોજનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં 11 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત તેમના ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. પાટણ બેઠક ઉપર બંને મુખ્ય પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો ઉપરાંત અન્ય પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયજનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ભાજપ કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય સમાજ પક્ષ તેમજ 6 અપક્ષ ઉમેદવારો મળી કુલ 11 ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા છે. ત્યારે 22મી એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.