ETV Bharat / state

ગુજરાતમાં મે મહિનાના પ્રારંભે 108ને 860 ઈમરજન્સી કોલ્સ મળ્યા, અમદાવાદમાં હાઈફીવરના સૌથી વધુ 138 કોલ્સ - 108 Emergency Service

વર્ષ 2023ના મે મહિનામાં ગુજરાતમાં ગરમીને લીધે થતા વિવિધ રોગોના કુલ 770 ઈમરજન્સી કોલ્સ 108ને મળ્યા હતા. જ્યારે આ વર્ષે આ સમયગાળામાં કુલ 860 ઈમરજન્સી કોલ મળ્યા છે. એટલે કે આ વર્ષે EMRI 108 ઈમરજન્સી સર્વીસને મળતા કોલમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 108 Emergency Service Summer May Month Year 2023 Emergency Calls 770 Year 2024 Emergency Calls 860

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 4:58 PM IST

અમદાવાદઃ ઉનાળામાં પડતી આકરી ગરમીને લીધે EMRI 108 ઈમરજન્સી સર્વીસને મળતા ઈમરજન્સી કોલ્સમાં વધારો થતો જોવા મળે છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો મેની શરુઆતમાં 108ને કુલ 770 ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે આ વર્ષે આ સમયગાળામાં 860 ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. વર્ષ 2024માં મેની શરુઆતમાં 108 ઈમરજન્સી સર્વીસને મળતા કોલમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો.

25 ટકાનો વધારોઃ અમદાવાદમાં આ વર્ષે મેના પ્રથમ 12 દિવસમાં ગરમીને લગતા EMRI 108 ઈમરજન્સી સેવાઓ પર 160 કોલ મળ્યા હતા. જ્યારે મે 2023ના પ્રથમ 12 દિવસમાં 128 કોલ મળ્યા હતા. આ વર્ષે અમદાવાદને મે મહિનાના 12 દિવસમાં મળેલ ઈમરજન્સી કોલમાં 25 ટકાનો વધારો નોંધાયો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનાના પ્રથમ 12 દિવસમાં ખાસ કરીને 6 થી 8 મેની વચ્ચે સૌથી વધુ તાપમાન 43 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે સામાન્ય રીતે તાપમાન 41.5 ડીગ્રીની આસપાસ જોવા મળ્યું. લઘુત્તમ તાપમાન પણ 27 ડીગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું.

ગરમી સંબંધી વિવિધ સમસ્યાઓઃ EMRI 108 ઈમરજન્સી સર્વીસને મે મહિનામાં સામાન્ય રીતે ગરમી સંબંધી વિવિધ રોગો અને સમસ્યાઓના કોલ્સ મળતા હોય છે. આ સમસ્યાઓમાં થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, વધુ પડતો પરસેવો, ગભરાટ, ઉલટી, ઝાડા અને ચક્કર આવવા વગેરેનો સમાવેશ થાય છે. સૌથી વધુ કોલ સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી જોવા મળ્યા. તેમજ 21થી 50 વર્ષની વયજૂથના લોકો દ્વારા કોલ વધુ મળ્યા.

હાઈફીવરના 735 કોલ્સઃ મેના પ્રથમ 12 દિવસ એટલે કે 1 થી 12 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં મળેલ કુલ ઈમરજન્સી કોલ્સમાંથી હાઈફીવરના સૌથી વધુ 735 કોલ્સ મળ્યા છે. જે વર્ષ 2023ની સરખામણીમાં 8.25 ટકાનો વધુ નોંધાયા છે. વોમિટીંગ અને ડાયેરિયાના 79 કોલ્સ નોંધાયા, જે 2023માં 36 હતા. જેમાં 119.44 ટકાનો વધારો નોંધાયો. જ્યારે હીટસ્ટ્રોકના 13 કોલ્સ નોંધાયા. જે 2023ની સરખામણીમાં 31 ટકા ઘટ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 1 થી 12 મે દરમિયાન હાઈફીવરના સૌથી વધુ 138 કોલ્સ 108 ઈમરજન્સી સેવા પર નોંધાયા. વોમિટીંગ અને ડાયેરિયાના 16 કોલ્સ નોંધાયા, જે 2023માં માત્ર 6 જ નોંધાયા હતા.

  1. કચ્છમાં આકરી ગરમીના આકરા પરિણામ, 108 ઇમરજન્સી સેવાને આવ્યા અધધ કોલ - Summer 2024
  2. સુરતમાં હોળી-ધુળેટી પર્વે આકસ્મિક સંજોગોમાં સારવાર આપવા માટે 108 ખડે પગે તત્પર - Holi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.