ETV Bharat / state

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્કની મોટી જાહેરાત, આવા ખેડૂતોને 0 ટકા વ્યાજે આપશે લોન - RAJKOT DISTRICT COOPERATIVE BANK

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારના વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા રૂપિયા 1000 કરોડના ધિરાણની જાહેરાત કરવામાં આવી છે.

વરસાદથી નુકસાની વેઠતા ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્ક દ્વારા 1000 કરોડના ધિરાણની જાહેરાત
વરસાદથી નુકસાની વેઠતા ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્ક દ્વારા 1000 કરોડના ધિરાણની જાહેરાત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 5:20 PM IST

મોરબી: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં પાછોતરા વરસાદના કારણે રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ખેડૂૂતો માટે 1000 કરોડના ધિરાણની જાહેરાત: ખેડૂતોના ખેતરમાં પાથરવામાં આવેલ મગફળીના પાથરા સહિતના તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે ખેડૂતોને થયેલ નુકસાની અંગે સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની ગણાતી બેન્ક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા રૂપિયા 1000 કરોડના ધિરાણની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા ઝીરો ટકાના વ્યાજ દર પર રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવામાં આવશે.

વરસાદથી નુકસાની વેઠતા ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્ક દ્વારા 1000 કરોડના ધિરાણની જાહેરાત (Etv Bharat gujarat)

50 હજાર સુધીની 0 % વ્યાજે લોન અપાશે: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશ રાદડિયા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, બેંક સાથે જોડાયેલા રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદોને રૂપિયા 50 હજાર સુધીની 0% ના વ્યાજદર ઉપર લોન આપવામાં આવશે. અંદાજિત 2 લાખ જેટલા ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવશે. જે અંતર્ગત બેંકને 100 કરોડ જેટલું ભારણ પણ વહન કરવાનું થશે. પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન પહોંચ્યું છે.

જામીન કે મોર્ગેજ પ્રક્રિયા નહી કરવી પડે: અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચા સહિતના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોને થયેલ નુકસાનમાં મદદ કરવાના હેતુથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા રૂપિયા 1000 કરોડની માતબર રકમનું ધિરાણ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જાતના જામીન કે મોર્ગેજ સહિતની પ્રક્રિયા નહીં કરવી પડે, ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે પોતાની ગ્રામ્ય કક્ષાએ ચાલી રહેલી સહકારી મંડળીનો સંપર્ક સાધવાનો રહેશે.

આ પણ વાંચો:

  1. અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને ભાજપના યુવા અધ્યક્ષ પર હુમલો
  2. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, હાલ તબિયત સ્વસ્થ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.