ETV Bharat / state

રાજકોટ બન્યું કોલેરાગ્રસ્ત, 1 કેસ પોઝીટીવ આવતા 6 કેસો નોંધાયા - Cholera in Rajkot - CHOLERA IN RAJKOT

રાજકોટ જિલ્લામાંથી કોલેરાના વધુ કેસ મળી આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. તે દરમિયાન શહેરના ગોંડલ રોડ પર આવેલા રામનગર-1 માં બાંધકામની સાઇટ પર કામ કરતો શ્રમિક કોલેરાની બીમારીથી સંક્રમિત થયો હોવાનું પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટ બન્યું કોલેરાગ્રસ્ત, 1 કેસ પોઝીટીવ આવતા 6 કેસો નોંધાયા
રાજકોટ બન્યું કોલેરાગ્રસ્ત, 1 કેસ પોઝીટીવ આવતા 6 કેસો નોંધાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 4:13 PM IST

રાજકોટ બન્યું કોલેરાગ્રસ્ત, 1 કેસ પોઝીટીવ આવતા 6 કેસો નોંધાયા (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાંથી કોલેરાના વધુ કેસ મળી આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. તે દરમિયાન શહેરના ગોંડલ રોડ પર આવેલા રામનગર-1 માં બાંધકામની સાઇટ પર કામ કરતો શ્રમિક કોલેરાની બીમારીથી સંક્રમિત થયો હોવાનું પ્રકાશમાં આવ્યો છે. શહેરના લોહાનગર-2 , વાવડી, લક્ષ્મીવાડી, કોટક શેરી સહિત 5 કોરોનાના કેસ આવ્યા બાદ રામનગરમાંથી વધુ 1 કેસ પ્રકાશમાં આવતા શહેરમાં છઠ્ઠો કેસ નોંધાયો છે.

તકેેદારીના ભાગરુપે પ્રતિબંધાત્મક હુકમ: તંત્રની તકેદારીઓ ભાગરૂપે કલેક્ટર પ્રભવ જોષીએ તારીખ 2 નવેમ્બર સુધીના સમયગાળા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. એટલું જ નહિ રામનગર વિસ્તારની ફરતે 2 કિ.મીની ત્રિજ્યામાં લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તેમજ વધુ કેસ પ્રકાશમાં ન આવે તે માટે ખાણીપીણીની દુકાનો, નાસ્તાના લારી-ગલ્લાઓ, શેરડી રસના ચિચોડા તેમજ બરફ અને તેમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ કરવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે મનપાના આરોગ્ય અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી: જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દૂષિત થવાની સંભાવના હોય આવી રીતે પાણી ન મેળવવા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ મકાનોના ઓવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવા, પીવાના પાણીમાં કલોરિનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવા, ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઇ, ગોળ, ખજૂર સહિતના ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળના ધંધાર્થીઓએ કાપીને ખુલ્લામાં ન રાખવા જણાવ્યું છે. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડાપીણા માટે બરફનો સીધો ઉપયોગ ન કરવા વેપારીઓને અનુરોધ કર્યો છે.

આ પણ જાણો:

  1. સુરતમાં 14 વર્ષીય તરુણે કાર ચલાવીને સર્જ્યો અકસ્માત, 3 ને અડફેટે લીધા, 1નું મોત - ACCIDENT IN SURAT
  2. શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સ પોતે જ પલટી, એમ્બ્યુલન્સમાં ચાલક સહિત 2 લોકો સવાર હતા - Ambulance overturning accident

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.