અમદાવાદઃ ડ્રગ્સ પેડલર્સ માટે ગુજરાતનો દરિયો આશિર્વાદ બન્યો છે, આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલર્સએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.
![અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-09-2024/gj1-ahd-1croreworthofdrugsseizedinahmedabadpolicealsowentonadetourafterseeingthetricksofthepeddlers-gj10085_12092024164054_1209f_1726139454_936.jpg)
વધુ એકવાર ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સ પકડવામાં મળી સફળતાઃ ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.
![અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-09-2024/gj1-ahd-1croreworthofdrugsseizedinahmedabadpolicealsowentonadetourafterseeingthetricksofthepeddlers-gj10085_12092024164054_1209f_1726139454_208.jpg)
ડ્રગ પેડલર્સે અપનાવી નવી તરકીબઃ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ જાય. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો હતો.
આ પણ વાંચો: