દાંબુલા (શ્રીલંકા): ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની મહિલાઓ વચ્ચે શ્રીલંકાના દાંબુલામાં રોમાંચક મુકાબલો ખેલાયો હતો જેમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ એકતરફી મેચમાં પાકિસ્તાનને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ટૂર્નામેન્ટની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પહેલા પાકિસ્તાનને માત્ર 108 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી 14.1 ઓવરમાં 109 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો. મહિલા એશિયા કપ T20માં 7 મેચમાં ભારતની પાકિસ્તાન પર આ છઠ્ઠી જીત છે.
Clinical win for the Women in Blue 🤩#WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvPAKW pic.twitter.com/d0AhIu8hSp
— AsianCricketCouncil (@ACCMedia1) July 19, 2024
ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કર્યા બાદ ભારતે દીપ્તિ શર્માની 3 વિકેટને કારણે પાકિસ્તાનને 19.2 ઓવરમાં માત્ર 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલને પણ 2-2 વિકેટની સફળતા મળી. 109 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે માત્ર 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 109 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના (45) અને શેફાલી વર્મા (40)એ 57 બોલમાં 85 રનની ભાગીદારી કરીને ભારતને હંગામી શરૂઆત કરાવી હતી. બંને બેટ્સમેન અડધી સદી ફટકારવામાં ચૂકી ગઈ પરંતુ તેમની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
#TeamIndia triumphs in the #GreatestRivalry! 🇮🇳💙
— Star Sports (@StarSportsIndia) July 19, 2024
With an exceptional bowling effort and a strong opening partnership, the #WomenInBlue secure their first win of the #WomensAsiaCup2024, beating Pakistan by 7 wickets! 🔥
Next up 👉 #INDvUAE | SUN, JUL 2, 1:30 PM |… pic.twitter.com/Y8GHHPi5LR
An opening partnership #TeamIndia needed! 🔥
— Star Sports (@StarSportsIndia) July 19, 2024
It looks like the #WomenInBlue are on track to secure their first win of the #WomensAsiaCup 2024, clinching the #GreatestRivalry!#INDvPAK | LIVE NOW | #WomensAsiaCupOnStar | Only available in India pic.twitter.com/4m7UyYfl4s
દીપ્તિ શર્માને જીતનો શ્રેય
પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતની હીરો સ્ટાર સ્પિનર દીપ્તિ શર્મા બની, દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાનના સુકાની નિદા દાર (8), તુબા હસન (22) અને નશરા સંધુ (0)ને પોતાનો શિકાર બનાવીને પાકિસ્તાનની બેટિંગ લાઇન અપને ધ્વંસ્ત કરી નાખી, આ શાનદાર પ્રદર્શન માટે દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
For her fine bowling display, Deepti Sharma bagged the Player of the Match award as #TeamIndia sealed a dominating win over Pakistan 👏 👏
— BCCI Women (@BCCIWomen) July 19, 2024
Scorecard ▶️ https://t.co/30wNRZNiBJ#WomensAsiaCup2024 | #ACC | #INDvPAK | @Deepti_Sharma06 pic.twitter.com/7lvnSJNlFt
જેમિહ રોડ્રિગ્સે 2000 T20I રન પૂરા કર્યા
ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટેની વિનિંગ રન જેમિમા રોડ્રિગ્સ (3)ના બેટમાંથી આવ્યા હતાં. આ ત્રણ રન સાથે જેમિમાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 200 રન પૂરા કર્યા. જેમિમાના નામે હવે 96 T20I મેચોમાં 30ની એવરેજથી 2000 રન છે. જેમિમાના નામે T20માં 11 અડધી સદી છે.
An emphatic win for #TeamIndia as they claim victory in the #GreatestRivalry 😍
— Star Sports (@StarSportsIndia) July 19, 2024
A brilliant all-round performance by the #WomenInBlue marks a winning start to their #WomensAsiaCup2024 campaign!
Next up 👉 #INDvUAE | SUN, JUL 2, 1:30 PM | #WomensAsiaCupOnStar | Only available in… pic.twitter.com/VJRr8T5NIQ
નેપાળ અને UAE સાથે ટકરાશે ભારત
ભારતે તેની આગામી ગ્રુપ મેચ UAE અને નેપાળ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા 21 જુલાઈએ UAE સામે રમશે. આ પછી તેનો મુકાબલો 23 જુલાઈએ નેપાળ સામે થશે. આ બંને મેચ દાંબુલામાં જ રમાશે.