ETV Bharat / sports

પેરિસ ઓલિમ્પિક માટે ત્રણ ભારતીય કુસ્તીબાજની ટિકિટ ફાઇનલ, જાણો કોને મળ્યો ક્વોટા - Vinesh Phogat Paris Olympics quota

પ્રખ્યાત ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે શનિવારે મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં 2024 પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. વિનેશ ફોગાટ એક પણ પોઈન્ટ ગુમાવ્યા વિના એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સની ફાઇનલમાં પહોંચી હતી.

પેરિસ ઓલિમ્પિક માટે ત્રણ ભારતીય કુસ્તીબાજની ટિકિટ ફાઇનલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 9:44 AM IST

કિર્ગિસ્તાન : ભૂતપૂર્વ WFI વડા બ્રિજભૂષણ શરણસિંહ સામે લાંબો વિરોધ કર્યા બાદ વિનેશ ફોગાટે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પુનરાગમન કર્યું છે. પ્રખ્યાત ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે શનિવારે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં મજબૂત પ્રદર્શન સાથે મહિલા 50 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પ્રાપ્ત કર્યો છે.

ત્રણ ટિકિટ ફાઇનલ : આ ઉપરાંત અંશૂ મલિક (57 કિગ્રા) અને U23 વર્લ્ડ ચેમ્પિયન રિતિકાએ (76 કિગ્રા) પણ મજબૂત પ્રદર્શન સાથે ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પેરિસ ઓલિમ્પિક માટે તેમની ટિકિટ પાક્કી કરી છે. ભારતે હવે પેરિસ ઓલિમ્પિક માટે ચાર ક્વોટા સ્થાન સુરક્ષિત કરી લીધા છે. ગયા વર્ષે પંઘાલે ગયા વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રદર્શન સાથે 53 કિગ્રા વર્ગમાં ક્વોટા મેળવ્યો હતો.

ક્વોટા જીતવાની છેલ્લી તક : ટોક્યો ગેમ્સમાં ભારતે સાત કુસ્તીબાજોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી હતી, જેમાંથી સીમા બિસ્લા (50 કિગ્રા), વિનેશ (53 કિગ્રા), અંશૂ (57 કિગ્રા) અને સોનમ મલિક (62 કિગ્રા) એમ ચાર મહિલાઓ હતી. હજી સુધી કોઈ પુરુષ કુસ્તીબાજ ક્વોટા મેળવી શક્યો નથી. પેરિસ ગેમ્સ માટે ક્વોટા જીતવાની છેલ્લી તક 9 મેથી તુર્કીમાં વર્લ્ડ ક્વોલિફાયર્સમાં હશે.

વિનેશ ફોગાટનું કમબેક : 29 વર્ષીય વિનેશ ફોગાટે હવે સતત ત્રીજીવાર ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો છે. આ પહેલા તેણે રિયો ગેમ્સ (2016) અને ટોક્યો (2020)માં પણ ભાગ લીધો હતો. વિનેશે જોરદાર પર્ફોર્મન્સ આપીને તેના પ્રતિસ્પર્ધીને એક પછી એક હરાવી દીધા હતા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું WFI ક્વોટા વિજેતાઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપે છે અથવા રાષ્ટ્રીય કુસ્તી ટીમ પસંદ કરવા માટે અંતિમ પસંદગી ટ્રાયલ યોજશે.

એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સ : બ્રિજભૂષણ સામેના લાંબા વિરોધ અને કાનૂની લડાઈને કારણે કેટલાક મહિનાની તાલીમ ગુમાવ્યા બાદ વિનેશ માટે ક્વોટા સુરક્ષિત કરવો એક પડકાર હતો. જોકે તેણે સરળ ડ્રોનો સંપૂર્ણ ઉપયોગ કરીને આમ કર્યું. વિનેશે તેના પ્રારંભિક મુકાબલામાં મીરાન ચેઓનને હરાવવા માટે એક તકની રાહ જોઈ. લગભગ 30 સેકન્ડ સુધી તેની કોરિયન પ્રતિસ્પર્ધીની કસોટી કર્યા પછી પોઈન્ટ મેળવ્યો. આ મેચ એક મિનિટ અને 39 સેકન્ડમાં સમાપ્ત થઈ ગઈ હતી. વિનેશની મજબૂત પકડમાંથી બચવું મુશ્કેલ હતું.

  1. સુરતની શેનન ક્રિશ્ચિયન, 100 નેશનલ અને 20 ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ રમનાર ખેલાડી
  2. છ મહિના બાદ મીરાબાઈ મેદાને ઉતરશે, પેરિસ ઓલિમ્પિક્સ પર નજર રહેશે - Mirabai Chanu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.