ETV Bharat / sports

હેનરિક ક્લાસેન અને કુલદીપ યાદવ વચ્ચે ફાઇનલમાં જંગ શરુ - IND vs SA Final - IND VS SA FINAL

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ક્લાસેન અને કુલદીપ વચ્ચે રોમાંચક જંગની અપેક્ષા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...IND vs SA Final

હેનરિક ક્લાસેન અને કુલદીપ યાદવ
હેનરિક ક્લાસેન અને કુલદીપ યાદવ (IANS PHOTOS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 4:43 PM IST

Updated : Jun 29, 2024, 8:17 PM IST

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2004ની ફાઇનલ મેચ આજે રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને ભારતના કુલદીપ યાદવ વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા છે. ક્લાસેન આ વર્લ્ડ કપમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને સ્પિનનો સારો બેટ્સમેન માનવામાં આવે છે અને તે બોલને મેદાનની બહાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તો કુલદીપ યાદવ ભારતના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. કોઈપણ બેટ્સમેન માટે તેની સ્પિન સામે રન બનાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે.

કુલદીપ અને ક્લાસેન વચ્ચે જોરદાર ટક્કર થશે

અત્યાર સુધી આ બંને ખેલાડીઓ વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ રમત રમાઈ નથી. જ્યારે ODI ક્રિકેટમાં કુલદીપે બે વખત ક્લાસેનને આઉટ કર્યો છે. હવે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં આ બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

કુલદીપ અને ક્લાસેન આ ટુર્નામેન્ટમાં વિસ્ફોટક આંકડા

આ વર્લ્ડ કપમાં કુલદીપ યાદવે ભારત માટે ન્યૂયોર્કમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચોમાં ભાગ લીધો ન હતો. આ પછી જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં સુપર-8 મેચ રમાઈ ત્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપે ભારત માટે અત્યાર સુધી 4 મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે હેનરિક ક્લાસને 8 મેચમાં 138 રન બનાવ્યા છે. હવે આ શાનદાર મેચમાં આપણે કુલદીપ અને ક્લાસેન વચ્ચે જોરદાર મુકાબલો જોવા જઈ રહ્યા છીએ.

ભારત અને દક્ષિણ આફ્રિકાના સંભવિત પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરેઝ શમ્સી.

Last Updated : Jun 29, 2024, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.