ETV Bharat / sports

શું આ વખતે ભારતીય મહિલા ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થશે? - Womens T20I World Cup 2024

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતા મહિને 4 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપમાં રમશે. આ વર્ષે ભારતીય ટીમ કોઈપણ ભોગે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માંગશે. વાંચો વધુ આગળ… Women's T20I World Cup 2024

ભારતીય મહિલા ટીમ
ભારતીય મહિલા ટીમ ((IANS PHOTO))
author img

By IANS

Published : Sep 12, 2024, 1:19 PM IST

નવી દિલ્હીઃ ભારત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી તેઓ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાના સપનાને સાકાર કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે.

ભારતીય મહિલા ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ મોટા સ્ટેજ અને ટાઈટલ જીતવાનું સપનું હજુ અધૂરું છે. માત્ર નોક-આઉટ સ્ટેજ સુધી પહોંચવું પૂરતું નથી, પરંતુ આ ટીમ હવે ટ્રોફી જીતે તેવી અપેક્ષા છે, તેથી તેમના પર દબાણ વધવાનું નક્કી છે. ખેલાડીઓનું પ્રદર્શન હોય કે પ્રશંસકોનું સમર્થન, મહિલા ક્રિકેટમાં ધીમે ધીમે બધું બદલાઈ રહ્યું છે.

તેથી, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આગામી મહિને UAEમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં પણ ટ્રોફી જીતે તેવી અપેક્ષા છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ ટ્રોફીના મોટા દાવેદારોમાં છે, ત્યારે અનુભવી ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ પણ આ સ્પર્ધામાં છે. જોકે, જો ભારતને સફળતા જોઈતી હોય તો ટીમના તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરવું પડશે.

BCCIએ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં હરમનપ્રીત કૌર ટીમની કપ્તાની કરશે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન છે. મંધાના અને શેફાલી વર્મા ટીમ માટે ઓપનિંગની જવાબદારી સંભાળશે, જ્યારે ભારત પાસે દયાલન હેમલતાના રૂપમાં ટોપ ઓર્ડરનો બીજો વિકલ્પ હશે.

હરમનપ્રીત, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ નીચેના ક્રમમાં ભારતીય બેટિંગ લાઇન અપને મજબૂત બનાવશે. બોલિંગમાં રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, આશા શોભના, સજીવન સજના અને શ્રેયંકા પાટિલ, અને યાસ્તિક ભાટિયાનો સમાવેશ થાય છે. જોકે, શ્રેયંકાને ફિટનેસ ક્લિયરન્સની જરૂર છે. એકંદરે ભારતીય ટીમ મજબૂત સંયોજન સાથે સંતુલિત દેખાઈ રહી છે અને આશા છે કે અત્યાર સુધી જે બન્યું નથી તે આ વખતે શક્ય બનશે.

આ પણ વાંચો:

  1. ગુજરાતની આ સ્ટાર ખેલાડીઓની મહિલા T20 વર્લ્ડ કપમાં થઈ પસંદગી, જાણો... - GUJARATI WOMAN CRICKETER
  2. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કેવી રીતે જોડાવવું? જાણો સ્થાનિક ક્રિકેટથી લઈને નેશનલ ટીમમાં સ્થાન મેળવવાની પ્રક્રિયા… - PROCESS OF JOINING WOMEN CRICKET

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.