ETV Bharat / sports

નેધરલેન્ડે પ્રથમ મેચમાં નેપાળને 6 વિકેટે હરાવ્યું, ઓ'ડોડની શાનદાર ઈનિંગ - T20 World cup 2024

મંગળવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની મેચમાં નેધરલેન્ડે શાનદાર જીત હાંસલ કરી છે. તેણે પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવીને વર્લ્ડ કપની શરૂઆત કરી હતી.

Etv BharatT20 World cup 2024
Etv BharatT20 World cup 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 11:10 AM IST

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024માં નેધરલેન્ડે નેપાળને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. મંગળવારે રમાયેલી મેચમાં નેધરલેન્ડે નેપાળને 8 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું હતું. આ દરમિયાન નેધરલેન્ડના બેટ્સમેન મેક્સ ઓ'ડોડે લક્ષ્યનો પીછો કરતા અડધી સદી ફટકારી હતી.

નેધરલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી નેપાળની ટીમ 19.2 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેપાળના ખેલાડીઓનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. કેપ્ટન રોહિચ પેડોલે 37 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ખાસ સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. આ સાથે જ નેધરલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી.

નેધરલેન્ડ માટે ટિમ પ્રિંગલ અને લોગાન વોન બીકે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય પોલ વોન મીકેરેન અને બાસ ડી લીડે 2-2 વિકેટ લઈને નેપાળના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો.

ટિમ પ્રિંગલને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો: 107 રનના લક્ષ્યાંકનો પીછો કરતા નેધરલેન્ડે 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. નેધરલેન્ડ માટે મેક્સ ઓ'ડાઉડે અણનમ 54 રન બનાવ્યા હતા. આ સિવાય વિક્રમજીત સિંહે 22 રનની ઇનિંગ રમી હતી. બાસ ડી લીડે 10 બોલમાં 12 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ટિમ પ્રિંગલને તેના ઉત્તમ બોલિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

  1. આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ અને પીચ રિપોર્ટ - WORLD CUP 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.