ETV Bharat / sports

શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું, જ્યોફ્રી વેંડર્સે 6 વિકેટ લીધી - IND vs SL 2nd ODI

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમને બીજી વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં શ્રીલંકાના સ્પિન બોલર જેફરી વેન્ડર્સેએ 6 ભારતીય બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું,
શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું ((IANS PHOTOS))
author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 10:18 PM IST

નવી દિલ્હી: રવિવારે શ્રીલંકાના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને શ્રીલંકાના હાથે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શ્રીલંકાના જ્યોફ્રી વેન્ડર્સેએ 6 વિકેટ લઈને પોતાની ટીમને મેચમાં જીત તરફ દોરી હતી. આ વિજય સાથે શ્રીલંકાએ 3 મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે, કારણ કે આ શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.

શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું: આ મેચમાં શ્રીલંકન ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 45.3 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ શ્રીલંકાએ 32 રને મેચ જીતી લીધી હતી.

રોહિત-અક્ષર સિવાય કોઈ બેટ્સમેન ન ચાલ્યો: આ મેચમાં ભારત તરફથી રોહિત શર્માએ 64 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. રોહિતે આ ઈનિંગ દરમિયાન 5 ફોર અને 4 સિક્સર પણ ફટકારી હતી. રોહિત ઉપરાંત અક્ષર પટેલે 44 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ રમી હતી. વાઇસ કેપ્ટન શુભમન ગિલે પણ 44 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારત તરફથી લાંબી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. શ્રીલંકા તરફથી જ્યોફ્રી વેન્ડરસેએ 6 અને ચરિથ અસલંકાએ 3 વિકેટ ઝડપી હતી.

  1. હિટ મેનની ફની સ્ટાઇલે ચાહકોનું દિલ જીત્યું, મેદાન પર વોશિંગટન સુંદર સાથે મસ્તી, વિડીયો થયો વાયરલ... - IND VS SL
  2. ઠક્કર અને કામથ ટીમ ઈવેન્ટમાં તેમના હરીફને પડકાર આપવા તૈયાર, જાણો ક્યારે થશે આ મેચો... - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.