ETV Bharat / sports

ભાજપના આ દિવંગત નેતાનો પુત્ર બની શકે છે BCCIનો આગામી સચિવ... - BCCI next Secretary

author img

By ETV Bharat Sports Team

Published : Aug 26, 2024, 7:05 PM IST

બીસીસીઆઈના વર્તમાન સચિવ જય શાહ બાદ તેમના સ્થાને આ દિવંગત ભાજપના નેતાના પુત્રનું નામ મોખરે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… BCCI next Secretary

રોહન જેટલી અને રાજીવ શુક્લા
રોહન જેટલી અને રાજીવ શુક્લા (Etv Bharat)

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આગામી સચિવને લઈને એક આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, જો જય શાહ આગામી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ પદ માટે પોતાને નામાંકિત કરે છે, તો રોહન જેટલી BCCIના આગામી સચિવ તરીકે તેમના અનુગામી બની શકે છે.

રોહન જેટલી BCCIના નવા સેક્રેટરી બનશે:

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના વર્તમાન પ્રમુખ રોહન જેટલીના નામ પર સર્વસંમતિ છે, જે દિવંગત રાજકારણી અરુણ જેટલીના પુત્ર છે. જો કે, વર્તમાન પ્રમુખ રોજર બિન્ની સહિત બીસીસીઆઈના અન્ય તમામ ટોચના અધિકારીઓ તેમની ભૂમિકા ચાલુ રાખશે કારણ કે, તેમની સંબંધિત મુદતમાં વધુ એક વર્ષ બાકી છે.

શું જય શાહ ઉમેદવારી નોંધાવશે?

શાહ આઈસીસીના આગામી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવામાં રસ ધરાવે છે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. કારણ કે, તેણે હજુ સુધી ઉમેદવારી નોંધાવી નથી અને આ માટેની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટ છે. તમને જણાવી દઈએ કે, ICCના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ગ્રેગ બાર્કલેએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે પોતાનો દાવો રજૂ કરશે નહીં.

શાહ ICCના સૌથી યુવા પ્રમુખ બની શકે છે:

તમને જણાવી દઈએ કે, શરદ પવાર, જગમોહન દાલમિયા, શશાંક મનોહર અને એન શ્રીનિવાસન એવા ભારતીય છે જેઓ અગાઉ ICCનું નેતૃત્વ કરી ચૂક્યા છે. હવે 35 વર્ષીય જય શાહ ICCના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ બની શકે છે. ICCના નિયમો અનુસાર અધ્યક્ષની ચૂંટણીમાં 16 વોટ પડે છે. વિજેતા માટે 9 મત જરૂરી છે. શાહને કથિત રીતે ICC બોર્ડના 16માંથી 15 સભ્યોનું સમર્થન છે. આવી સ્થિતિમાં આઈસીસી પ્રમુખની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે.

  1. વિનેશ ફોગાટને મળ્યો ગોલ્ડ મેડલ! ટૂંક સમયમાં જાહેર કરશે વજન વધારાનું કારણ… - Vinesh Phogat Gold Medal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.