ફ્રાંસ (પેરિસ) : પેરિસમાં આયોજિત ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં હિન્દીને ભાષાને એક દુર્લભ સન્માન મળ્યું. આયોજકોએ ફ્રેન્ચ મહિલાઓના યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે 'સિસ્ટર હૂડ' શીર્ષકના કેટલાક ઇન્ફોગ્રાફિક્સ રજૂ કર્યા. નોંધનીય છે કે, હિન્દી એ છ ભાષાઓમાંથી એક હતી, જે તેમણે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોવાનું દર્શાવવા માટે વિવિધ ભાષાઓમાં લખી હતી. હાલ સોશિયલ મીડિયા પર આને લગતી તસવીરો અને વીડિયો ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ જોઈને ઘણા લોકો ખુશ થઈ ગયા. ટિપ્પણી કરતી વખતે, તે કહે છે કે આ પ્રકારનું સન્માન મેળવવું ભારત માટે ગર્વની વાત છે.
હિન્દી ભાષાને મળ્યું સ્થાન: ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત બાદ આયોજકો દ્વારા ફ્રેન્ચ મહિલાઓના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અમુક ઇન્ફોગ્રાફિક્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 6 અલગ અલગ ભાષાઓમાં તેને દર્શાવવામાં આવ્યા હતા. જેમાંની એક હિન્દી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સૌ ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણી શકાય.