નવી દિલ્હી : મોહાલીમાં મહારાજા યાદવેન્દ્રસિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL ની મેચ રમાવાની છે. આ મેચમાં શિખર ધવનની ટીમ સંજુ સેમસનની ટીમ સાથે ટકરાશે. રાજસ્થાનની ટીમ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તે જ સમયે પંજાબ કિંગ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. આ રોમાંચક મેચ પહેલા બંને ટીમના હેડ ટુ હેડ આંકડા, સંભવિત પ્લેઈંગ-11 અને પીચ રિપોર્ટ જુઓ ETV Bharat ના અહેવાલમાં...
IPL 17 માં બંને ટીમનું પ્રદર્શન : IPLની 17મી સિઝનમાં બંને ટીમના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ 5 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ પણ અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, પરંતુ તેમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને માત્ર 2 મેચ જીતી શકી છે. પંજાબની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8 મા સ્થાને છે.
PBKS vs RR હેડ ટુ હેડ : IPLના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમ 26 વખત એકબીજા સાથે ટકરાઈ છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાન રોયલ્સે 15 જેટલી મેચ જીતીને વધુ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે. આ સાથે જ પંજાબની ટીમે પણ 11 મેચ જીતી છે. બંને વચ્ચેની છેલ્લી 5 મેચમાં પણ રાજસ્થાન ટીમનો દબદબો રહ્યો છે. રાજસ્થાનની ટીમે છેલ્લી 5 મેચમાંથી 3 માં જીત મેળવી છે. જોકે રાજસ્થાન માટે આજે પંજાબ કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું આસાન નહીં હોય.
પિચ રિપોર્ટ : ચંદીગઢનું મુલ્લાનપુર સ્ટેડિયમ હજી નવું છે અને અહીં અત્યાર સુધી માત્ર 2 આઈપીએલ મેચ રમાઈ છે. આ બંને મેચ હાઈસ્કોરિંગ રહી અને બંનેમાં 175 થી વધુ રન બન્યા છે. આવી સ્થિતિમાં આજે પણ આ પીચ પર હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ પીચ બેટ્સમેન માટે યોગ્ય છે, પરંતુ નવો બોલથી ઝડપી બોલરોને મદદ મળી શકે છે. અત્યાર સુધી રમાયેલી છેલ્લી બે મેચમાં ફાસ્ટ બોલરોએ 13 વિકેટ ઝડપી છે.
- સંભવિત પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), જોની બેરિસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, સિકંદર રઝા/લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બરાડ, હર્ષલ પટેલ, કૈગિસો રબાડા (ઈમ્પેક્ટ પ્લેયર : અર્શદીપ સિંહ)
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), રાયન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ (ઈમ્પેક્ટ પ્લેયર : કેશવ મહારાજ/નંદ્રે બર્ગર)