બુલાવાયો: ODI સિરીઝ હાર્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામેની T20 સિરીઝમાં સારું પ્રદર્શન કરવા ઇચ્છશે. બંને ટીમો વચ્ચે પ્રથમ T20 મેચ 1 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે રમાશે. પાકિસ્તાનના નિયમિત સુકાની મોહમ્મદ રિઝવાન અને સિનિયર બેટ્સમેન બાબર આઝમને ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને સલમાન અલી આગાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાને મેચના લગભગ 23 કલાક પહેલા પ્રથમ T20 માટે પ્લેઇંગ 11ની જાહેરાત કરી છે.
📸 The winning bunch ✌️✨#ZIMvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/OjqWRIwIU0
— Pakistan Cricket (@TheRealPCB) November 28, 2024
સલમાન અલી આગા સાથે સેમ અયુબ મેદાનમાં ઉતરશે:
સલમાન અલી આગા અને સેમ અયુબ પાકિસ્તાનની ટીમની સલામી લેતા જોવા મળશે. ઉસ્માન ખાનને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. અયુબે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી વનડે મેચમાં તેણે એકલા હાથે સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તેમના સિવાય તમામની નજર તૈયબ તાહિર, ઈરફાન ખાન અને ઓમર બિન યુસુફની બેટિંગ પર રહેશે.
A 9️⃣9️⃣-run win in the third ODI to wrap up a series victory 👏
— Pakistan Cricket (@TheRealPCB) November 28, 2024
Onto the T20I action 🏏#ZIMvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/4NRDV99ur6
પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરો માટે તકઃ
હારીસ રઉફ અને મોહમ્મદ અબ્બાસ આફ્રિદી ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે. જહાંદાદ ખાનને પણ ટીમમાં તેને સપોર્ટ કરવાની તક મળી છે. સ્પિનર્સ તરીકે અબરાર અહેમદ અને સુફીયાન મુકીમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. અબરાર છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને તે પોતાની રમતથી છાપ છોડવામાં સફળ રહ્યો છે.
બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડઃ
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે કુલ 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી પાકિસ્તાને 16માં જીત મેળવી છે. જેમાંથી બેમાં ઝિમ્બાબ્વેની ટીમ વિજય નોંધાવવામાં સફળ રહી છે.
Pakistan's playing XI for the first T20I against Zimbabwe 🚨#ZIMvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/Ps3p5gkDWq
— Pakistan Cricket (@TheRealPCB) November 30, 2024
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચ માટે 11 ખેલાડીઓની પાકિસ્તાનની ટીમઃ
સલમાન અલી આગા (કેપ્ટન), સામ અયુબ, ઓમર બિન યુસુફ, ઉસ્માન ખાન (વિકેટ કીપર), તૈયુબ તાહિર, ઈરફાન ખાન, જહાન્દાદ ખાન, મુહમ્મદ અબ્બાસ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, સુફીયાન મુકીમ.
આ પણ વાંચો: