નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારત ક્રિકેટ જગતનો અનુભવી કેપ્ટને મુંબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધોનીના જન્મદિવસ પર બીસીસીઆઈએ તેને અભિનંદન આપતા પોસ્ટ કરી છે. બીસીસીઆઈએ પોસ્ટમાં લખ્યું છે કે, 'ટીમ ઈન્ડિયાના સાચા પૂર્વ કેપ્ટન અને રમતમાં શાનદાર દેખાવ કરનારા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક એમએસ ધોનીને જન્મદિવસની શુભેચ્છા.'
#WATCH रांची, झारखंड: भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान महेंद्र सिंह धोनी के 43वें जन्मदिन के अवसर पर उनके प्रशंसकों ने उनके घर के पास केक काटा। pic.twitter.com/RemKjhaS6Z
— ANI_HindiNews (@AHindinews) July 7, 2024
ધોનીએ અડધી રાત્રે કેક કાપી: ધોનીના જન્મદિવસની નિમિત્તે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધોની તેની પત્ની સાક્ષી સાથે કેક કાપી રહ્યો છે. વાસ્તવમાં ધોની અનંત અને રાધિકાના લગ્નમાં પહોંચ્યા હતા ત્યાં એમએસ ધોનીએ અડધી રાત્રે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રીએ તેમને ચોંકાવી દીધા હતા. જ્યારે એમએસ ધોનીએ કેક કાપી ત્યારે તેની પત્ની સાક્ષી પણ હાજર હતી. સાક્ષીએ કેક કાપ્યા બાદ એમએસ ધોનીના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
Happy Birthday Kaptaan Sahab!@msdhoni pic.twitter.com/2bjCTNWRil
— Salman Khan (@BeingSalmanKhan) July 6, 2024
સલમાન ખાને એક શાનદાર કેપ્શન આપ્યું: એમએસ ધોની સાથે કેક કટિંગનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે સલમાન ખાને એક શાનદાર કેપ્શન આપ્યું હતું. એને લખ્યું કે, હેપ્પી બર્થડે કેપ્ટન સાહેબ. ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક અને કેપ્ટન કૂલ તરીકે જાણીતા કેપ્ટન એમએસ ધોનીએ ઝારખંડથી તેની સફર શરૂ કરી અને તેના પાવર-હિટિંગ અને ઉત્તમ ફિનિશિંગથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી સફળતા હાંસલ કરી છે.
Leader in its truest sense 🫡
— BCCI (@BCCI) July 7, 2024
Wishing @msdhoni, former #TeamIndia Captain & one of the finest to have ever graced the game - a very happy birthday 🎂👏 pic.twitter.com/fGfY4bB0Ny
ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી: ધોનીના કરિયરની વાત કરીએ તો ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા જેમાં 6 સદી અને 33 અડધી સદી સામેલ છે. આ સિવાય ધોનીએ 350 વનડે મેચ રમી છે જેમાં તેના નામે 50.58ની એવરેજથી 10773 રન છે. તેણે પોતાની કારકિર્દીમાં 126.13ના સ્ટ્રાઈક રેટથી 1617 T20 રન પણ બનાવ્યા છે.
Happy Birthday to the one and only MS Dhoni! You've given everything to the sport and inspired millions with your leadership and calm demeanor. Wishing you endless success and happiness! pic.twitter.com/Cx2eXd96zm
— Jay Shah (@JayShah) July 7, 2024
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા: 2011 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ફાઇનલમાં ફટકારેલી શાનદાર સિક્સર માટે વિશ્વ હંમેશા ધોનીને યાદ રાખશે. તે આખી ટુર્નામેન્ટ દરમિયાન ફોર્મમાં ન હતો, પરંતુ તેણે આ મહત્વપૂર્ણ ઇવેન્ટની ફાઇનલમાં 91 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને નિર્ણાયક સમયે ટાઇટલ જીતવામાં મદદ કરી હતી એવા દિગ્ગજ ક્રિકેટેરને ફરી એક વાર જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.