નવી દિલ્હીઃ યુ.એસએના મેજર લીગ બેઝબોલ કેચર ડેની જેન્સને શાનદાર સિદ્ધિ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો છે. જેન્સન એક જ મેચમાં ભાગ લેનારી બંને ટીમો તરફથી રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તમને પણ સાંભળીને આશ્ચર્ય થશે કે, આવું કેવી રીતે થઈ શકે, એક જ ખેલાડી બે ટીમો વતી કેવી રીતે ભાગ લઈ શકે. પરંતુ આ હકીકત છે.
જેન્સન 26 જૂને બોસ્ટન રેડ સોક્સ સામે ટોરોન્ટો બ્લુ જેસ માટે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે વરસાદે દખલગીરી કરી અને રમત ટૂંક સમયમાં મુલતવી રાખવામાં આવી. એક મહિના પછી, 27 જુલાઈના રોજ, જેન્સનને રેડ સોક્સમાં ટ્રેડ કરવામાં આવ્યો, એટલે કે સામે વાળી ટીમે તેને ખરીદી લીધો જેથી તેને વરસાદને કારણે મુલતવી રાખવામાં આવેલી મેચમાં તેની પોતાની ટીમ સામે રમવાની તક મળી.
The first player in @MLB HISTORY to play for both teams in the same game: Danny Jansen 👓 pic.twitter.com/rQHjp5dZyn
— Toronto Blue Jays (@BlueJays) August 26, 2024
જોકે જેન્સન તેના સ્થાનાંતરણ પછી રેડ સોક્સ માટે ઘણી રમતોમાં દેખાયો નથી, જ્યારે મુલતવી રાખેલી રમત સોમવારે ફરી શરૂ થઈ ત્યારે તેણે ટીમમાં તેનું સ્થાન પાછું મેળવ્યું. જેના કારણે MLB સ્ટાર ડેની જેન્સનને એક જ મેચમાં બંને ટીમો તરફથી રમવાની તક મળી. કેચર ડેની જેન્સને બોસ્ટન રેડ સોક્સ અને ટોરોન્ટો બ્લુ જેસ તરફથી એક જ ગેમમાં રમીને ઈતિહાસ રચ્યો હતો.
'ધ એથ્લેટિક' સાથે વાત કરતા, જોન્સને કહ્યું, 'મને ખબર નથી કે, આ કેવી રીતે કામ કરે છે. મેં આ નિયમ વિશે ઘણી વખત સાંભળ્યું છે. 'આ મજા આવે તેવું છે. 'વરસાદને કારણે રમત ફરી શરૂ થાય તે પહેલાં, જેન્સને કહ્યું, 'હું માત્ર માથું નીચું રાખીને રમીશ. આ ચોક્કસપણે સારી બાબત છે.'
તેણે કહ્યું કે, 'ચોક્કસપણે હું આભારી છું. સાચું કહું તો, જ્યારે મેં તેના વિશે સાંભળ્યું હતું ત્યારે મને લાગતું જ ન હતું કે હું આવું કરનાર પ્રથમ વ્યક્તિ હોઈશ. આ રમત ઘણા સમયથી ચાલી રહી છે. આ રમત ઘણા સમયથી ચાલી રહી છે. આ અત્યંત દુર્લભ અને આશ્ચર્યજનક છે.'