નવી દિલ્હીઃ મંગળવારે જય શાહ ICCના યુવા અધ્યક્ષ બન્યા. આ સાથે તેમણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. સૌ પ્રથમ ICC નું અધ્યક્ષ પદ અને ચેરમેનનું પદ અલગ લગ વ્યક્તિઓ સાંભળતા હતા. તેઓ ICCના પ્રમુખ બનનાર પાંચમા ભારતીય બન્યા છે. આ સાથે તે ICCના અધ્યક્ષ બનનાર ત્રીજા ભારતીય પણ બની ગયા છે. તો આજે અમે તમને એવા 4 અન્ય ભારતીયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે અત્યાર સુધી ICCના અધ્યક્ષ પદ તરીકે કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, જય શાહ મંગળવારે રાત્રે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આગામી સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ પદ માટે નામાંકન કરનાર તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેના રાજીનામા બાદ શાહ 1 ડિસેમ્બર, 2024ના રોજ ચાર્જ સંભાળશે.
Jay Shah is the fifth person and third Indian to be named ICC Chairman.
— CricTracker (@Cricketracker) August 27, 2024
He is set to assume the role on December 1, 2024.
📸: BCCI/ICC pic.twitter.com/VL7clP3zkc
આ ભારતીય ICCના પ્રમુખ રહી ચૂક્યા છે:
- જગમોહન દાલમિયા: જગમોહન દાલમિયા ICCના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય હતા. તેમણે 1997 થી 2000 સુધી આ પદ સંભાળ્યું હતું. દાલમિયાએ 1996નો વર્લ્ડ કપ ભારતીય ઉપખંડમાં લાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ICCએ નવા આયામો હાંસલ કર્યા.
- શરદ પવાર: ICC ના પ્રમુખ બનનાર બીજા ભારતીય શરદ પવાર હતા. તેમણે આ પદ પર 2010 થી 2012 સુધી કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા.
- નારાયણસ્વામી શ્રીનિવાસન: ICCના પ્રથમ અધ્યક્ષ અને ICCમાં સેવા આપનારા ત્રીજા ભારતીય નારાયણસ્વામી શ્રીનિવાસન બન્યા. તેમનો કાર્યકાળ 2014 સુધી જ ચાલ્યો હતો, પરંતુ તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બિગ થ્રી મોડલની શરૂઆત કરી હતી. આ સાથે તેણે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટમાં ઘણો સુધારો કર્યો. જોકે, તેમનો કાર્યકાળ પણ વિવાદો અને હિતોના સંઘર્ષોથી ઘેરાયેલો રહ્યો હતો.
- શશાંક મનોહર: શશાંક મનોહર ICCના બીજા અધ્યક્ષ અને ICCમાં સેવા આપનારા ચોથા ભારતીય બન્યા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી ચાલ્યો. તેઓ 2015 થી 2020 સુધી ICCના અધ્યક્ષ પદે રહ્યા હતા. તેમણે રમતની અંદર ચાલતા ભ્રષ્ટાચારને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.