ETV Bharat / sports

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ ફાઇનલ, ICC એ પીસીબીની માંગણી સ્વીકારી - CHAMPIONS TROPHY 2025

ICC હેડક્વાર્ટરમાં એક અનૌપચારિક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજાશે. CHAMPIONS TROPHY 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2024
ચેમ્પિયન્સ ટ્રોફી 2024 ((Getty Images))
author img

By ETV Bharat Sports Team

Published : Dec 6, 2024, 12:51 PM IST

હૈદરાબાદ: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હેડક્વાર્ટર ખાતે આયોજિત એક અનૌપચારિક બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, એમ સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે.

ભારતને UAE માં તેના હિસ્સાની મેચો રમવાની મંજૂરી આપવામાં આવશે અને ICC એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની 2027 સુધી આ જ રીતે ICC ઇવેન્ટ્સ શેડ્યૂલ કરવાની માંગ સાથે સંમત થયા છે. "તમામ પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે કે, 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી UAE અને પાકિસ્તાનમાં યોજાશે અને ભારત તેની મેચો દુબઈમાં રમશે. ICCના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું.

આ મુખ્ય ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. હાઇબ્રિડ મોડલ સાથે દરેક દેશ સંમત થતાં, PCBએ 2031 સુધી ભારત દ્વારા યોજાનારી ICC ઇવેન્ટ્સ માટે સમાન વ્યવસ્થાની માંગ કરી હતી. એટલે કે પાકિસ્તાન પણ ભારતમાં મેચ રમશે નહીં તેઓ પણ હાઇબ્રિડ મોડલ અનનુસરશે. માટે ICC પણ 2027 સુધી તેની તમામ ઇવેન્ટ્સ માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત છે.

નિર્ધારિત સમયગાળા દરમિયાન, ભારત શ્રીલંકા સાથે સંયુક્ત રીતે મહિલા ODI વર્લ્ડ કપ અને 2026 પુરૂષ T20 વર્લ્ડ કપની યજમાની કરવાનું સુનિશ્ચિત કરે છે.

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પાકિસ્તાન તેની મેચો શ્રીલંકામાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ માટે PCB દ્વારા માંગવામાં આવેલ વળતર હજુ પણ વિચારણા હેઠળ છે," તેવું સૂત્રએ જણાવ્યું હતું.

નવીનતમ ઘટનાક્રમ ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવાનો માર્ગ મોકળો કરશે જેની ક્રિકેટ જગત લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી, જેમાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા. આ બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012માં રમાઈ હતી.

આ પણ વાંચો:

  1. પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 'અ'યશસ્વી શરૂઆત… ભારત - ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ મેચ ફ્રીમાં અહીં જોવા મળશે લાઈવ
  2. ગુજરાતના સાવજ 'સર રવીન્દ્ર જાડેજા'નો આજે 36મો જન્મદિવસ…સૌરાષ્ટ્રથી લઈને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા સુધીની સંઘર્ષભરી સફર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.