નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકબઝના રિપોર્ટનું માનીએ તો ફાસ્ટ બોલિંગ ઝહીર ટૂંક સમયમાં જ મેન્ટરની ભૂમિકામાં જોવા મળી શકે છે. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2025) મેન્ટર તરીકે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાઈને ટીમમાં ગૌતમ ગંભીરની ખાલી જગ્યા ભરી શકે છે.
ZAHEER KHAN SET TO REPLACE GAUTAM GAMBHIR IN LSG.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2024
- LSG and Zaheer in talks for the role of mentor in the IPL. (Cricbuzz). pic.twitter.com/yjeU8oITCG
લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાશે ઝહીર ખાન ?
વાસ્તવમાં ગૌતમ ગંભીર 2 સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર હતા. આ પછી IPL 2024 માં તેઓ LSG છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા. પરંતુ હવે ઝહીર ખાન લખનૌની ટીમમાં મેન્ટરની ખાલી જગ્યા ભરી શકે છે. LSG ઝહીર સાથે મેન્ટર બનવા માટે વાતચીત કરી રહી છે. આવી સ્થિતિમાં જો બધું બરાબર રહ્યું તો ઝહીર ખાન IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાઈ શકે છે.
શાનદાર ભારતીય બોલર : તમને જણાવી દઈએ કે, ઝહીર ખાન ભારતની 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય છે. ઝહીર ખાન લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર બન્યા બાદ ટીમના બોલરોને ઘણી મદદ મળશે, કારણ કે ઝહીર ભારતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.
ભારતીય ટીમના બોલિંગ કોચ : તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરની ભલામણ બાદ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલને ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે પહેલા આ ભૂમિકા માટે ઝહીર ખાનનું નામ સામે આવી રહ્યું હતું.
LSG કોચિંગ સેટઅપ : લખનૌ સુપર જાયન્ટ્સના કોચિંગ સેટઅપમાં એડમ વોગ્સ, લાન્સ ક્લુઝનર, જોન્ટી રોડ્સ, શ્રીધરન શ્રીરામ અને પ્રવીણ તાંબે અને મુખ્ય કોચ જસ્ટિન લેંગરનો સમાવેશ થાય છે. હવે ઝહીર ખાન સંજીવ ગોએન્કાની માલિકીની ફ્રેન્ચાઇઝીમાં જોડાય તેવી અપેક્ષા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.