નવી દિલ્હી: IPL 2025ની મેગા હરાજી અંગે હરાજી શરૂ થઈ ગઈ છે. આ વખતે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેટલા ખેલાડીઓને રીટેન્શન કરવામાં આવશે. જો Cricbuzz, ESPL Cricinfo અને PTIના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ અંગેનું સંપૂર્ણ ચિત્ર આજે કે કાલે સ્પષ્ટ થશે. કારણ કે IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગઇકાલે બેંગલુરુમાં યોજાઈ હતી.
5 ખેલાડીઓ જાળવી શકાય છે:
તમને જણાવી દઈએ કે, IPL 2025ની મેગા ઓક્શનમાં તમામ ટીમોને 5 ખેલાડીઓને રિટેન કરવાની તક મળશે. આ સાથે, ફ્રેન્ચાઇઝીને હરાજી દરમિયાન 'રાઇટ ટુ મેચ કાર્ડ'નો ઉપયોગ કરવાની તક પણ મળી શકે છે. (એટલે કે કોઈ ખેલાડીને ફ્રેન્ચાઇઝી રિટેન કરે નહી અને તેન મૂળ કિંમત કરતાં તે ખેલાડી પર ઓછા પૈસા લગાવવામાં આવે ત્યારે તે ફ્રેન્ચાઇઝી રાઇટ તું મેચ કાર્ડનો ઉપયોગ કરીને તે ખેલાડીને પાછો ટીમમાં લઈ શકે છે.) આ રિટેસ્ટમાં ટીમો કેટલા ભારતીય અને કેટલા વિદેશી ખેલાડીઓને જાળવી શકશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
JUST IN:
— Cricbuzz (@cricbuzz) September 28, 2024
IPL Governing Council set to meet today in Bengaluru.
Retention rules set be announced soon.
Details: https://t.co/moQpd8TIbI#IPL #BCCI #IPL2025 pic.twitter.com/16t7hrIDrX
દરેક ટીમના પર્સમાં આટલા પૈસા હશે:
આ બાબતે અંતિમ બેઠક ચાલી રહી છે, જેમાં ભારતીય ખેલાડીઓ, વિદેશી ખેલાડીઓ અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ સાથે દરેક ટીમ પાસે ખેલાડીઓને જાળવી રાખવા અને ખરીદવા માટે લગભગ 115 થી 120 કરોડ રૂપિયા હશે.
ESPNcricinfo has learned the ten IPL teams will likely be allowed five retentions each as well as the option of using one right-to-match card during the IPL 2025 auction https://t.co/WC1NfIFC9o
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના નવા રીટેન્શન નિયમોને અંતિમ રૂપ આપવા માટે ગવર્નિંગ કાઉન્સિલ શનિવારે બેઠક યોજાઇ હતી છે. આ મીટિંગના 24 કલાક પછી IPL જાળવી રાખવાના નિયમોની જાહેરાત થઈ શકે છે. IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સાંજે 6:30 વાગ્યે બેંગલુરુના નવા NCA સેન્ટરમાં યોજાઇ હતી.
IPL PURSE IN IPL 2025...!!!!
— Tanuj Singh (@ImTanujSingh) September 28, 2024
- The IPL teams salary Purse is likely to be around the 115-120 Crores. (ESPNcricinfo). pic.twitter.com/lv9lqekt7v
IPL 2025 મેગા ઓક્શનમાં ખાસ ચર્ચા:
- રિટેન્શન 5 ખેલાડીઓનું રહેશે
- 1 રાઈટ ટુ મેચ કાર્ડ નો ઉપયોગ કરી શકશે.
- કદાચ ટીમ પાસે 115-120 કરોડ રૂપિયા મળે
આ પણ વાંચો: