નવી દિલ્હી: IPL 2024ની 38મી મેચમાં આજે ચેન્નાઈ અને લખનૌ વચ્ચે રમાશે. છેલ્લી મેચમાં કેએલ રાહુલની કપ્તાની હેઠળ લખનૌએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું હતું. આજે ફરી લખનૌ ચેન્નાઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચવાનું લક્ષ્ય રાખશે, જ્યારે ચેન્નાઈ અગાઉની હારનો બદલો લેવા ઈચ્છશે. હાલમાં બંને ટીમ શાનદાર ફોર્મમાં છે.
પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતી: પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની સ્થિતિ વિશે વાત કરીએ તો, તે 7 મેચમાંથી ચાર જીત સાથે ચોથા સ્થાને છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ચેન્નાઈ થોડી પાટા પરથી ઉતરી ગઈ છે જેમાં તેને ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌ પણ 7માંથી ચાર જીત સાથે પાંચમા સ્થાને છે. આજે જ્યારે બંને ટીમો રમવા આવશે ત્યારે તેમનો ઈરાદો પોતપોતાની સ્થિતિ મજબૂત કરવાનો રહેશે.
LSG vs CSK હેડ ટુ હેડ: આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન CSK ટીમે 1 મેચ જીતી છે. જ્યારે એલએસજીએ 2 મેચ જીતી છે. આ બંને ટીમો વચ્ચે એક મેચ પણ અનિર્ણિત રહી છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે મુકાબલો કપરો બનવાનો છે. આ સિઝનની છેલ્લી મેચમાં ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌની તાકાત અને કમજોરી: લખનૌની બેટિંગ તેમની તાકાત છે. ટીમમાં કેએલ રાહુલ, ક્વિન્ડન ડી કોક, નિકોલસ પૂરન, દીપક હુડ્ડા અને દેવદત્ત પડિકલ જેવા મોટા ખેલાડીઓ સામેલ છે. લખનૌના ઓલરાઉન્ડરો ટીમને વધુ તાકાત પૂરી પાડે છે, SLGમાં માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા અને અરશદ ખાન જેવા યુવા બેટ્સમેનોનો સમાવેશ થાય છે. ટીમની બોલિંગ ચિંતાનો વિષય છે. મયંક યાદવ ટીમની બહાર થયા બાદ બોલિંગ વિભાગ ઘણો નબળો દેખાઈ રહ્યો છે.
ચેન્નાઈની તાકાત અને કમજોરી: ચેન્નાઈ સુપર કિંગ્સની તાકાત તેમની બેટિંગ અને બોલિંગ બંને છે. ટીમમાં રૂતુરાજ ગાયકવાડ, રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, શિવમ દુબે, એમએસ ધોનીના રૂપમાં ઘણા મોટા બેટ્સમેન છે. બોલિંગમાં તુષાર દેશપાંડે, મતિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન અને રવિન્દ્ર જાડેજા ટીમને મજબૂતી પૂરી પાડે છે. આ સિવાય CSKની નબળાઈ તેમની બેન્ચ સ્ટ્રેન્થ છે. મહેશ તિક્ષિના અને મોઈન અલી જેવા ખેલાડીઓને રમવાની તક પણ નથી મળી રહી. દીપક ચહરની ફિટનેસ પણ ટીમ માટે ચિંતાનું કારણ છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
લખનૌ સુપર જાયન્ટ્સ: કે,એલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષિના , મુસ્તફિઝુર રહેમાન.