નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ સિઝનમાં RCBના વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. તો હવે MIના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પર્પલ કેપ જીતી લીધી છે. જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ ટીમ ટોપ પર છે. તો ચાલો જાણીએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને પોઈન્ટ્સ ટેબલ વિશે.
સૌથી વધુ વિકેટ લેનાર બોલર: મુંબઈ ઈન્ડિયન્સનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. બુમરાહે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે. આ દરમિયાન તેણે 10 વિકેટ ઝડપી છે. બુમરાહે આ સમયગાળા દરમિયાન એક વખત પાંચ વિકેટ ઝડપી છે. હાલમાં તે યાદીમાં નંબર 1 પર યથાવત છે. તેના પછી રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ચહલના નામે 10 વિકેટ છે. બુમ્હારને તેની પાસેથી જ પર્પલ કેપ મળી છે.
- જસપ્રીત બુમરાહ (MI): મેચ - 5, વિકેટ: 10
- યુઝવેન્દ્ર ચહલ (RR): મેચ - 5, વિકેટ: 10
- મુસ્તાફિઝુર રહેમાન (CSK): મેચ - 4, વિકેટ: 9
- અર્શદીપ સિંહ (PBKS): મેચ - 5, વિકેટ: 8
સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન: RCB ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. વિરાટ કોહલી 5 મેચમાં 1 સદી અને 2 અડધી સદી સાથે 319 રન બનાવ્યા બાદ યાદીમાં નંબર 1 પર યથાવત છે. આ યાદીમાં બીજા સ્થાને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગ છે. તેણે 5 મેચમાં 3 અડધી સદીની મદદથી 261 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ હાજર છે.
- વિરાટ કોહલી (RCB): મેચ – 5, રન: 319
- રિયાન પરાગ (RR): મેચ - 5, રન: 261
- શુભમન ગિલ (GT): મેચ - 6, રન: 255
- સંજુ સેમસન (RR): મેચ - 5, રન: 246
પોઈન્ટ ટેબલની સ્થિતિ: IPL 2024ના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ 5 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ સાથે ટોપ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા સ્થાને છે. KKR 6 પોઈન્ટ સાથે નંબર 2 પર છે. લખનૌની ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચેન્નાઈની ટીમ પણ ટોસ 4માં સામેલ છે. CSK 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેની બે ટીમો દિલ્હી કેપિટલ્સ (10મા) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (9મા ક્રમે) છે.