ETV Bharat / sports

શું ગ્લેન મેક્સવેલ IPL માં આગળ નહીં રમે ? મેક્સવેલે આપ્યું મોટું નિવેદન - IPL 2024

IPL માં ધૂમ મચાવનાર ઓસી બેટ્સમેન ગ્લેન મેક્સવેલ નિષ્ફળતાના દોર સાથે ખરાબ ફોર્મ સામે લડી રહ્યો છે. સોમવારે હૈદરાબાદની ટીમ સામે હાર્યા બાદ મેક્સવેલે મોટું નિવેદન આપતા કહ્યું કે તે રોયલ ચેલેન્જર બેંગલુરુ XIમાં અન્ય ખેલાડીને પોતાનું સ્થાન આપવા માંગે છે, IPLમાંથી બ્રેક લેવા ઈચ્છે છે.

શું ગ્લેન મેક્સવેલ IPL માં આગળ નહીં રમે ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 10:32 AM IST

બેંગલોર : સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હાલ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. મેક્સવેલ 28 રનના ટોપ સ્કોર સાથે માત્ર એક જ વખત ડબલ ડિજીટ સ્કોરમાં આવ્યો હતો. IPL 2024 ચાલુ સીઝનમાં 3 વાર ખાતું ખોલ્યા વગર પેવેલીયન પરત ફરેલા મેક્સવેલે કહ્યું કે, તે IPLમાંથી બ્રેક લેવા ઈચ્છે છે. IPL 2024 માં ઓછા સ્કોર નોંધાવ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ XI માં અન્ય કોઈ ખેલાડી માટે સ્વેચ્છાએ પોતાનું સ્થાન ઓફર કરવા માંગે છે.

મેક્સવેલે કહ્યું કે, તેણે RCB ના કેપ્ટન ડુ પ્લેસિસ અને કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો અને તેના મન તથા શરીરને રિકવર કરવા વિરામ લેવા માટે XI માંથી પોતાને પડતો મૂકવાનો સરળ નિર્ણય જણાવ્યો હતો.

આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના જણાવ્યા અનુસાર આ યોગ્ય સમય હતો કે RCB ના મિડલ ઓર્ડરમાં એક અલગ વિકલ્પ પર ધ્યાન આપે. મેક્સવેલે વધુમાં કહ્યું કે તે ભૂતકાળની ભૂલને પુનરાવર્તિત કરવા અને પોતાને વધુ મુશ્કેલીમાં મુકવા માંગતો નથી.

મેક્સવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મારા માટે અંગત રીતે આ એક ખૂબ જ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચ પછી ડુ પ્લેસિસ અને કોચ પાસે ગયો અને કહ્યું કે મને લાગ્યું કે કદાચ આપણે કોઈ બીજા ખેલાડીને અજમાવવાનો સમય આવી ગયો છે. ભૂતકાળમાં હું આ પરિસ્થિતિમાં રહ્યો છું. જ્યાં મેં રમવાનું ચાલુ રાખ્યું અને ખુદને વધુ ઊંડા હોલમાં ઉતારી ગયો.

મેક્સવેલે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે મારી જાતને થોડો માનસિક અને શારીરિક વિરામ આપવા માટે તથા મારા શરીરને યોગ્ય બનાવવા માટે હવે મારા માટે ખરેખર સારો સમય છે. જો મારે ટુર્નામેન્ટમાં પરત ફરવાની જરૂર પડે તો, આશા છે કે હું ખરેખર મજબૂત માનસિક અને શારીરિક સ્થિતિ સાથે પાછો ફરું અને હું હજી પણ અસર કરી શકું.

સોમવારના રોજ રમાયેલ મેચ RCB માટે દુઃખદ હતી. બેંગલોરની ટીમને ઘરઆંગણે SRH સામે 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 288 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા બેંગલોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 262 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસના ખેલાડીઓ 7 માંથી 6 મેચ હારી ગયા છે. તેઓ હાલમાં 2 પોઈન્ટ અને -1.185ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલના તળિયે છે.

  1. લિયામ લિવિંગસ્ટોનનું નિર્ણાયક સમયે રન આઉટ, પંજાબની હારનું કારણ બન્યું - PBKS Vs RR
  2. વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં પરંતુ આ ભારતીય બેટ્સમેન છે તેનો ફેવરિટ, જાણો ટ્રેન્ટ બોલ્ટે કોનું નામ લીધું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.