બેંગલુરુ: ભારત અને ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલ એટલે કે બીજો દિવસ સંપૂર્ણ રીતે ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. કિવી ટીમે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું હતું. અને આ સાથે ભારતે હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. જે બાદ દિવસની રમતના અંતે 3 વિકેટે ન્યુઝીલેન્ડે 180 બનાવ્યા અને આ રીતે ટીમને 134 રનની લીડ મળી ગઈ છે.
રચિન રવીન્દ્ર અને ડેરીલ મિચેલ મેદાનમાં અડીખમ:
બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે 91, વિલ યંગ 33 અને ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. રચીન રવીન્દ્ર અને ડેરીલ મિચેલ ન્યુઝીલેન્ડ તરફથી મોટો સ્કોર કરવાના ઈરાદાથી ક્રિઝ પર અડીખમ ઊભા છે.
India's decision to bat first backfired in Bengaluru as they stumbled to their lowest-ever total at home.#WTC25 | #INDvNZ
— ICC (@ICC) October 17, 2024
More ➡ https://t.co/1CA7Guc4hl pic.twitter.com/h5krNIV2PN
ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજા દિવસે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ લીધી. તેનો નિર્ણય ભારત માટે બિલકુલ યોગ્ય સાબિત થયો ન હતો. ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. ટીમના 5 બેટર્સ ઝીરો પર આઉટ થયા હતા.
રિષભ પંત ટીમનો હાઇએસ્ટ સ્કોરર હતો. તેણે 20 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. વિલિયમ ઓ'રોર્કે 4 વિકેટ લીધી હતી. ટિમ સાઉધીને એક વિકેટ મળી હતી.
Unwanted history for India as they were bowled out for 46 by New Zealand on day two of the first Test in Bengaluru 😲 pic.twitter.com/8OwI5LyBAP
— Sky Sports Cricket (@SkyCricket) October 17, 2024
- તમને જણાવી દઈએ કે ભારતમાં આ મેચ ફ્રીમાં ઓનલાઈન જીઓ સિનેમા પર નિહાળી શકો છો અને ટેલિવિઝન પર તમે Sports 18 પર તેમજ DD Free Dish પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
લાઈવ સ્કોર:
ત્રીજા દિવસની રમત શરૂ ગઈ છે, હાલ ન્યુઝીલેન્ડ તરફથી રચીન રવીન્દ્ર 54 બોલ પર 30 રને રમી રહ્યો છે અને તેની સાથે મિચેલ 47 બોલમાં 15 રન પર અણનમ રમી રહ્યો છે. હાલ ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટ સાથે 194 છે. (આ કોપી લખાય છે ત્યાં સુધી)
આ પણ વાંચો: