બેંગલુરુ (કર્ણાટક): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવાર એટલે કે આજે જાહેર કર્યું છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત મેદાનમાં ઉતરશે નહીં.
BCCIએ તેની તાજેતરમાં પોસ્ટ કરીને કહ્યું, "ઋષભ પંત ત્રીજા દિવસે મેચમાં રમશે નહિ. BCCIની મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે."
UPDATE: Mr Rishabh Pant will not keep wickets on Day 3.
— BCCI (@BCCI) October 18, 2024
The BCCI Medical Team is monitoring his progress.
Follow the match - https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
પંતને બીજા દિવસે 37મી ઓવર દરમિયાન વિકેટ કીપિંગ દરમિયાન જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. રવીન્દ્ર જાડેજા દ્વારા ફેંકવામાં આવેલો બોલ થોડો નીચો રહ્યો હતો અને પંતના પગ પર વાગ્યો હતો, જ્યાં લગભગ બે વર્ષ પહેલા એક અકસ્માત બાદ તેની સર્જરી કરવામાં આવી હતી.
બીજા દિવસની રમત પછી, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, "વિકેટકીપર-બેટ્સમેન પંતને તે જ પગમાં ઘૂંટણની ઈજા થઈ છે, જેના પર માર્ગ અકસ્માત બાદ સર્જરી કરવામાં આવી હતી. માટે તેને મેદાનની બહાર લઈ જવો એ સાવચેતીનું પગલું હતું."
"હા, કમનસીબે, બોલ સીધો તેના ઘૂંટણ પર વાગ્યો હતો. તે જ પગ કે જેના પર સર્જરી કરવામાં આવી છે. તેથી તેના પર થોડો સોજો છે," રોહિતે પોસ્ટ-ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.
તેણે કહ્યું, "આ સમયે સ્નાયુઓ નરમ છે. તેથી તે એક સાવચેતીનું પગલું છે. તમે જાણો છો, તેના પગ પર મોટી સર્જરી થઈ છે. તેથી તે મેદાન પરથી જવા માટેનું એ કારણ હતું. આશા છે કે તે ઠીક થઈ જશે. "
🗣️ The ball hit Rishabh Pant on his knee cap. He has a bit of swelling on it, and the muscles are a bit tender.#TeamIndia Captain Rohit Sharma shares an update on the Pant’s on-field injury#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/PPSY5lcdZk
— BCCI (@BCCI) October 17, 2024
મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, વાદળછાયું અને ઝડપી બોલર-ફ્રેંડલી સ્થિતિમાં, આ નિર્ણયનો ઉલટફેર થયો અને ભારત માત્ર 46 રનમાં આઉટ થઈ ગયું. માત્ર ઋષભ પંત (20) અને યશસ્વી જયસ્વાલ (13) બે આંકડાને સ્પર્શી શક્યા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી (5/15) અને વિલિયમ ઓ'રોર્કે (4/22) સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
પ્રથમ દાવમાં કિવિઓએ સારો જવાબ આપ્યો હતો કારણ કે ભારતીય બોલરોને તડકામાં વધુ મદદ મળી રહી ન હતી. ઓપનર ડેવોન કોનવે (105 બોલમાં 91 રન, 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા) વિલ યંગ (73 બોલમાં 33 રન, પાંચ ચોગ્ગા) સાથે 75 રનની શાનદાર ભાગીદારી કરી હતી. સ્પિનરોએ બે વિકેટ લીધા પછી, રચિન રવિન્દ્ર (22*) અને ડેરિલ મિશેલ (14) એ 180/3 પર ઇનિંગ્સનો અંત લાવીને ટીમને 134 રન પર પહોંચાડ્યું હતું.
લાઈવ સ્કોર:
ત્રીજા દિવસના મેચની વાત કરીએ તો, રચિન રવીન્દ્ર 71 બોલમાં 39 અણનમ રમી રહ્યો છે, અને તેની સાથે ગ્લેન ફિલિપ્સ 17 બોલ પર 14 રને ક્રિઝ પર ઊભા છે. હાલ ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 222 રન આગળ વધી આર્યો છે.
આ પણ વાંચો: