અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ ત્રણ પૈકીની બીજી વન ડે મેચમાં ન્યુઝીલેન્ડની વિમેન્સ ટીમે 77 રને જીતીને સિરીઝની આખરી મેચ રોમાંચક બનાવી છે. રવિવારે રમાયેલી શ્રેણીની બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા 260 રનના લક્ષ્યાંક સામે પૂરી ભારતીય વિમેન્સ ટીમ 47.1 ઓવર રમી ફકત 183 રનમાં સમેટાઈ ગઈ અને ઇન્ડીયન વિમેન્સ ટીમ 77 રનથી હારી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, હવે મંગળવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં જે વિજેતા બનશે એ વન ડે શ્રેણીમાં વિજેતા બનશે.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં ઇન્ડિયા તરફથી સૌથી વધુ રન રાધા યાદવે બનાવ્યા છે. રાધા યાદવે 64 બોલમાં 48 રન બનાવ્યા છે. રાધા યાદવ અને સાયમા ઠાકોરે 9મી વિકેટ માટે 102 બોલમાં 70રનની ભાગીદારી કરી હતી.
Radha Yadav 🤝 Saima Thakor
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
50 partnership 🆙 for the 9th wicket!
Updates ▶️ https://t.co/h9pG4I3zaQ#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/aYBjxa5Cut
સોફી ડિવાઈને શાનદાર ઇનિંગ રમી: સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે મળીને પ્રથમ વિકેટ માટે 87 રન જોડ્યા હતા. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. સુઝી બેટ્સે 58 રન અને જ્યોર્જિયા પ્લિમરે 41 રન બનાવ્યા હતા. આ સિવાય મેડી ગ્રીને પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત કપ્તાન સોફી ડીવાઇને ત્રણ વિકેટ ઝડપી હતી. અને લિયા ટાહુહુએ 42 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રાધા યાદવે 4, દીપ્તિ શર્માએ 2 અને સાયમા ઠાકોર અને પ્રિયા મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.
New Zealand win the 2nd ODI by 76 runs.#TeamIndia will look to bounce back in the 3rd and final ODI to win the series
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
Scorecard ▶️ https://t.co/h9pG4I3zaQ#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mpZutvte36
ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો: ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 260 રનનો પીછો કરવા માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ભારતને પહેલો ફટકો મંધાનાના રૂપમાં લાગ્યો હતો. તે શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફરી હતી. આ પછી શેફાલી પણ 11 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યસ્તિકા ભાટિયાએ 12 રન, સુકાની હરમનપ્રીત કૌરે 24, જેમિમાહ રોડ્રિગ્સે 17, તેજલ હસબનીસે 15, દીપ્તિ શર્માએ 15 અને અરુંધતિ રેડ્ડીએ માત્ર 2 રનનું યોગદાન આપ્યું હતું.
આખરે કોણ બનશે અંતિમ વિજેતા: આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. હવે બીજી મેચમાં ભારતીય ટીમને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે 3 મેચની વનડે સિરીઝ હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે. હવે આ શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 29મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે, જે ટીમ આ મેચ જીતશે તે આ શ્રેણી પોતાના નામે કરશે.
આ પણ વાંચો: