ETV Bharat / sports

લો બોલો… વિરાટ-રોહિત સ્કૂલમાં હતા, ત્યારે ગિલનો જન્મ પણ થયો ન હતો, જાણો ભારત સામે શ્રીલંકા છેલ્લી વનડે સિરીઝ ક્યારે જીતી - IND vs SL ODI

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમવા માટે શ્રીલંકાના પ્રવાસે છે. શુક્રવારે શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ હવે તેઓ બાકીની બે મેચ જીતીને શ્રેણી જીતવાનો પ્રયત્ન કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો..

ભારત vs શ્રીલંકા
ભારત vs શ્રીલંકા ((AP PHOTOS))
author img

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 4:52 PM IST

નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ શુક્રવાર 2 ઓગસ્ટે કોલંબોમાં રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રીતે ટાઈ થઈ હતી. હવેબંને ટીમો શ્રેણીની બાકીની બે મેચ જીતીને શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

શ્રીલંકાએ છેલ્લે ભારત સામે દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીત્યાને ત્રણ દાયકા થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ટીમના વર્તમાન વાઇસ-કેપ્ટન શુભમન ગિલનો તે સમયે જન્મ પણ નહોતો થયો, જ્યારે કેપ્ટન રોહિત અને વિરાટ સ્કૂલે જતા હતા.

27 વર્ષ પહેલા શ્રેણી જીતી હતી: શ્રીલંકાએ લગભગ 27 વર્ષ પહેલા એટલે કે 1997માં ભારત સામે તેની છેલ્લી વનડે શ્રેણી જીતી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ એક પણ વનડે શ્રેણીમાં ભારતને હરાવી શકી નથી. 1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. તે શ્રેણી બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 10 વનડે શ્રેણી રમાઈ છે, પરંતુ શ્રીલંકાની ટીમ એક પણ શ્રેણી જીતવામાં સફળ રહી નથી.

રોહિત-વિરાટ સ્કૂલે જતા હતા: ગત વખતે શ્રીલંકાએ ભારત સામેની વનડે શ્રેણી જીતી હતી. ત્યારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે માત્ર 25 સદી ફટકારી હતી. તે સમયે સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે ડેબ્યુ પણ કર્યું ન હતું. તદુપરાંત, રોહિત શર્મા અને વિરાટ કોહલી તે સમયે શાળામાં હતા, અને વર્તમાન વાઇસ-કેપ્ટન શુભમન ગિલનો જન્મ પણ થયો ન હતો.

T20 શ્રેણીમાં ભારતનો વિજય: આ ODI શ્રેણીની શરૂઆત પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ હતી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ પછી, આ વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ છે અને બીજી મેચ 4 ઓગસ્ટ રવિવારના રોજ અને ત્રીજી અને છેલ્લી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે શ્રીલંકા 27 વર્ષ બાદ ભારત સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં બાકીની બંને મેચો જીતીને જીતશે કે પછી ભારતીય ટીમ પોતાનો નિર્વિવાદ વર્ચસ્વ જાળવી રાખશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.