ચેન્નાઈઃ બાંગ્લાદેશ 2 ટેસ્ટ અને 3 ટી-20 મેચની શ્રેણી માટે ભારતના પ્રવાસે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત ગઈકાલે (8 સપ્ટેમ્બર) કરવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં 16 સભ્યોની ભારતીય ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. 21 મહિના બાદ વિકેટકીપર રિષભ પંતનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
TICKET SALE FOR THE FIRST TEST BETWEEN INDIA vs BANGLADESH AT CHEPAUK HAS STARTED....!!!!
— Johns. (@CricCrazyJohns) September 9, 2024
- Fans can book their tickets in Paytm Insider. ⚡ pic.twitter.com/myoicL2fE1
આ ઉપરાંત તમિલનાડુના અનુભવી સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર યશ દયાલની પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં રમે તેવી અપેક્ષા છે. આ સાથે જ લાંબા સમય બાદ કેએલ રાહુલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકિટના વેચાણની વિગતો બહાર આવી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટોનું વેચાણ આજે સવારથી શરૂ થઈ ગયું છે. માહિતી આપવામાં આવી છે કે, ચાહકો વેબસાઇટ insider.in દ્વારા ટિકિટ ખરીદી શકે છે. ટિકિટની શરૂઆતી કિંમત 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Why aren't the tickets for the F, G, and H stands at the pavilion end, which offer the best views, being opened to the public for the India vs Bangladesh test?
— Ragav 𝕏 (@ragav_x) September 8, 2024
Are they being reserved for corporates, even for India tests, like you do for CSK matches, @TNCACricket? 🤦 pic.twitter.com/vDDnq9p5be
ટિકિટની કિંમત:
ક્રમ | સ્ટેન્ડનું નામ | ટિકીટની સંખ્યા |
1 | C, D & E Lower Tier | ₹1,000 |
2 | I, J & K Lower Tier | ₹2,000 |
3 | I, J & K Upper Tier | ₹1,250 |
4 | KMK Terrace | ₹5,000 |
5 | C, D & E (A/c) Hospitality Box | ₹10,000 |
6 | J (A/c) Hospitality Box | ₹15,000 |
આ પણ વાંચો: