નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર રેડ બોલ ક્રિકેટ માટે મેદાનમાં ઉતરી રહી છે. બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં યોજાશે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટો સવાલ છે. કોણ હશે 11 ખેલાડીઓ જે આખરે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે? આ સવાલનો જવાબ સિક્કો ઉછાળ્યા બાદ જ સત્તાવાર રીતે જાણવા મળશે, પરંતુ એ વાત નિશ્ચિત છે કે, ઘણા ખેલાડીઓને બાંગ્લાદેશ સામે પ્રથમ વખત ટેસ્ટ રમવાની તક મળશે.
ભારત 3 સ્પિનરો અને 2 ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે:
ચેન્નાઈની પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત 3 સ્પિનરો અને 2 ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. એટલે કે પછી 6 ખેલાડીઓ બેટ્સમેન હશે, જેમાં એક વિકેટકીપર પણ હશે, જો ઋષભ પંત ટીમમાં હશે તો તે વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. મતલબ કે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પ્રભાવ પાડનાર ધ્રુવ જુરેલને બેન્ચ પર બેસવું પડી શકે છે.
શક્ય છે કે, બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં યુવા ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્માની સાથે ભારતીય ઓપનરની જવાબદારી સંભાળતો જોવા મળશે. તેના સિવાય શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. ત્યારબાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંત હશે.
બોલિંગની વાત કરીએ તો આર અશ્વિન અને જાડેજા ચેન્નાઈમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ બની શકે છે. સાથે જ ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલ અથવા કુલદીપ યાદવમાંથી એકને તક મળી શકે છે. ભારતીય ટીમ જે બે ઝડપી બોલરો સાથે જઈ શકે છે તેમાં એક જસપ્રિત બુમરાહ અને બીજો મોહમ્મદ સિરાજ હોઈ શકે છે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બુમરાહ અને યશસ્વી પ્રથમ વખત રમશે. જેમાં બે એવા ખેલાડીઓ સામેલ હશે જેઓ બાંગ્લાદેશ સામે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. આ બે ખેલાડીઓમાં જસપ્રિત બુમરાહનું નામ પણ સામેલ થઈ શકે છે. આ સાથે યશસ્વી જયસ્વાલ પણ પ્રથમ વખત બાંગ્લાદેશ સામે રમતા જોવા મળશે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતના સંભવિત પ્લેઇંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો: