સુરત: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમિત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. દેસાઈએ ટેબલ ટેનિસમાં યમનના ખેલાડીને હાર આપી હતી. આ સાથે જ હરમિત દેસાઈએ મેન્સ સિંગલ મુખ્ય ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું છે, જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.
હરમિત હવે રાઉન્ડ ઓફ 64માં ફ્રાન્સ સામે રમશે. પેરિસ ઓલિમ્પિકના પુરુષ ટેબલ ટેનિસના પ્રિલિમિનરી રાઉન્ડમાં હરમીત દેસાઈએ જોર્ડનના જૈદ અબો યમનને માત આપી જીત સાથે શરૂઆત કરી હતી. સાઉથ પેરિસ એરેનામાં રમતા હરમીત દેસાઈએ 30 મિનિટમાં હરીફ ખેલાડીને 4-0થી માત આપી હતી. 31 વર્ષીય હરમિત હવે રાઉન્ડ ઓફ 64માં ફ્રાન્સના ફેલિક્સ સામે રમશે. આ મુકાબલો રવિવારે રમાશે, ત્યારે સુરતમાં રહેતા તેના માતા-પિતાએ આ જીતની ખુશી વ્યક્ત કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓલમ્પિક 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. ભારત સાથે સાથે ગુજરાતને ગૌરવ અપાવનાર આપના સૌ માટે ખુશીની વાત છે આપણો હરપિત એની પહેલી ગેમમાં વિજેતા થયો છે.